૧૧૧ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી નિમિતે બરોડા ખાતે ૧૧૧ ફૂટ લાંબી સાડી નું નિર્માણ કરાયું હતું જેમાં રાણાવાવ ના ઠોયાણા ગામના મૂળ વતની એવા આર્ટીસ્ટ કિંજલ ઓડેદરા પણ સહભાગી બન્યા હતા
111 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી નિમિતે પોરબંદર સહીત દેશભર માં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા ત્યારે વડોદરા ખાતે વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા નજીક સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પર આ દિવસની ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર 111 મહિલાઓના નામ સાથે ડિઝાઇન કરવામાં આવેલી 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ સાડી મહિલાઓ દ્વારા પાંચ દિવસની મહેનતના અંતે તૈયાર કરવામાં આવી છે. વ્હાઇટ સાડી પર કેસરી અને લીલા પટ્ટાની બોર્ડર વચ્ચે બ્લેકબોર્ડના કન્સેપ્ટ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે. બ્લેક ભાગ પર ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર પ્રથમ મહિલાનું નામ અને તેની સિદ્ધિ દર્શાવાઈ છે. 111 મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 111 ફૂટ લાંબી સાડી અને 111 નામાંકિત મહિલાઓના નામ સાથેની આ સાડીની નોંધણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલના કહેવા અનુસાર આ સાડીનો શૈક્ષણિક હેતુસર યોજાતા પ્રદર્શનમાં ઉપયોગ કરવા વિચારાયું છે. આ રેકોર્ડ નિર્માણ માં રાણાવાવ ના ઠોયાણા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત જાણીતા આર્ટીસ્ટ કિંજલ ઓડેદરા પણ સહભાગી બન્યા હતા કિંજલ ઓડેદરા અત્યારે અમદવાદમાં કે એન પટેલ
ઇન્ટરનેશનલ સ્કૂલ માં આર્ટ ટીચર ની ફરજ બજાવે છે.અને આ રીતે નાના એવા ઠોયાણા ગામનું ગૌરવ પણ વધાર્યું છે