વડાપ્રધાન બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી: નીતિન ગડકરી
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન સામે આવતા લોકોમાં ભારે ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, “લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષના એક મોટા નેતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું.” પરંતુ મેં તે જ ક્ષણે તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો.