લલિતકલા અકાદમી આયોજીત,રવિશંકર આર્ટ ગેલેરી માં તા.13-14-14 સપ્ટેમ્બર-2024,ત્રણ દિવસ માટે સોલો Rhythms & Tunes પેઇન્ટિંગ શો યોજાયો છે.આર્ટિસ્ટ રાજેશ બારૈયા સંદેશમાં ઈલેસ્ટ્રેશન કરતાં-કરતાં આર્ટ ટીચર થયા અને પછી સી.એન.ફાઈન આર્ટ્સ કૉલેજ માં અધ્યાપક થયા. ગ્રુપ એક્ઝિબિશન કરતાં-કરતાં સોલો એક્ઝિબિશન કરવા લાગ્યા અને એક્ઝિબિશનોમાં મુખ્ય અતિથિ તરીકે પણ આમંત્રણો મળતાં થયા. સંઘર્ષ વચ્ચે પણ એમણે પીંછીને હાથમાંથી છૂટવા દીધી નહીં અથવા તો પીંછીએ એમને છોડ્યા નહીં! આમ વર્ષો ની સતત મહાવરાને લીધે એમના સ્ટ્રોક માણવાલાયક બન્યા છે. કૂકડાની બાંગ આજે ભલે ભૂલાઈ ગઈ હોય, પણ કૂકડા પરના પેઈન્ટિંગ્સ એ બારૈયાની આગવી ઓળખ બની ગઈ છે. બસ, આમ જ અધ્યાપક તરીકે અને આર્ટિસ્ટ તરીકે સતત પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા.