એચ.એ.કોલેજમાં વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે સંદર્ભે વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ૧૦મી સપ્ટેમ્બરના વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે અનુસંધાનમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.સંજય વકીલે કહ્યું હતુ કે આજના સમયમાં ગળાકાપ હરિફાઈ,ક્મ્પેરીશન , ઓવર એમ્બીશન તથા ઓવર એક્સ્પેકટેશનથી ધાર્યુ પરિણામ ના મળવાથી વ્યક્તી નાસીપાસ થાય છે.નિષ્ફળતા તથા નિરાશાથી નકારાત્મક વલણ ઉભુ થાય છે. જેનાથી ખિન્નતા, ચીડીયાપણુ તથા એકલતા અનુભવતા વ્યક્તીને સાચવવો કઠીન થઇ જાય છે.આવા લોકો કોઈને સાથે બોલતા નથી તથા બેહુદુ વર્તન કરે છે. આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે તેમની સાથે કાઉન્સેલીંગ કરી આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી તેઓને સ્યુસાઈડનો વિચાર પણ ના આવે. આપઘાત એ સમાજનું કલંક છે. તેને રોકવા માટે સંયુક્ત પ્રયાસ, હકારાત્મક વલણ તથા સકારાત્મક વિચારો મહત્વના છે.કોઇપણ વ્યક્તીની માનસીક સ્થિતિ, સાનુકુળ વાતાવરણ તથા વિચારોનું આદાન પ્રદાન ખુબજ મહત્વનું હોય છે.આજનો યુવાન મોબાઈલનો ઉપયોગ અતીશય કરે છે તેનાથી પણ માનસીકતામાં ફેરફાર થાય છે. જેની અસર આપણા વિચારોમાં પણ પડે છે. ફેમીલી સાથે સતત જોડાયેલા રહેવાથી પણ આપઘાતના વિચારોથી બચી શકાય છે.દેશની બધીજ શૈક્ષણિક સંસ્થાઓમાં આપઘાત રોકવા સંદર્ભ વિવિધ કાર્યક્રમો યોજવા જોઈએ.જેથી આજના યુવાનોમાં જાગૃતિ ઉભી કરી આપણે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીએ. જીવનમાં સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સારા પુસ્તકોનું વાંચન પણ પોઝીટીવીટી ઉભી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *