*ખુદ ને પામી ગયા*
આજે ફરી એક વાર અથમતા સૂર્ય ની સાક્ષી જીવન ના નગ્ન સત્યો ને એકલા બેસીને વાગોળ્યા..
રિવરફ્રન્ટ સાવ આજે નિર્જીવ લાગી રહ્યો હતો.
અને પુલ ના ઉપર ઊભા ઊભા, ધસમસતા પાણી ને જોતા, સહજ જ ખુદ ને પુછાઇ ગયું…
કોણ,કેટલું,કયા સુધી આપણું ?
એક તરફી આપવાનો વ્યવહાર તો ઘણો ચાલ્યો..
પણ શું,
દુનિયા ના દરેક સંબંધો આપણને ખરેખર કઈક આપવા આવે છે.
જવાબ મળ્યો ..હા..
પણ એ હા માં એક સત્ય એવું પણ હતું કે જે આપવા આવે છે તે ફક્ત કોઈ વસ્તુ, સમય નહિ પણ કઈક સમજણ, જીવન પ્રત્યે ના હકારાત્મક અભિગમ, જેની આપણ ને હમેશાં જરૂર હોય છે.ક્યાંક નવા અધ્યાય નવેસર થી શરૂ કરવા ઘણા બદલાવ ની ( પોતાના અંદર ને બહાર ની બન્ને દુનિયા માં) જરૂર હોય છે.
અને રોજીંદા રઢણ માં આપણે ક્યાંય ને ક્યાંક તે ભૂલી જતા હોઇએ છીએ.અને તે બદલાવ માટે કઈક ને કઈક નવા સંબંધો ઈશ્વર જીવન માં મૂકી દેછે.
ઢંઢોળ્યો આંતર આત્મા ત્યારેજ ખુદ ને પામી શક્યા..
મન ની વાત✍️
સેજલ પંચાલ.