UPI નો ઉપયોગ કરશું બંધ!
LocalCircle દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકોએ કહ્યું કે, જો UPI પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવાશે તો યુઝર્સ તેનો ઉપયોગ કરવાનું બંધ કરશે. સર્વેમાં 73 ટકા લોકોએ કહ્યું કે, તેમને જાણવા મળ્યું છે કે છેલ્લા એક વર્ષમાં તેમના UPI પેમેન્ટ પર એકથી વધુ વખત ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવ્યો છે. RBIએ ઓગસ્ટ 2022માં એક ચર્ચા પત્ર બહાર પાડ્યો હતો. જેમાં UPI પેમેન્ટ પર ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.