માફી માંગે તે વીર અને માફી આપે તે મહાવીર. માફી માગવી અને માફી આપવા જેવા કાર્યો જીવાત્માને મુક્તિ અને શાંતિ પ્રદાન કરે છે એ દ્રષ્ટિએ અન્યને માફ કરીને પણ વ્યક્તિ સૌથી મોટો ઉપકાર તો પોતાની જાત પર અર્થાત્ “સ્વ” પર, આત્મા પર કરે છે તો આવો આજના પાવન દિવસે “અન્ય” તેમ જ “સ્વ” સાથે ન્યાય કરીએ, પરોપકાર કરીએ. શાસ્ત્રો અનુસાર જીવની મુક્તિ માટેના ત્રણ અમોઘ સાધનો એટલે ૧(ઈશ્વર નામસ્મરણ, ૨)સત્કર્મો (જીવદયા) અને ૩)માફી(પ્રાયશ્ચિત) . ત્રણેમાં ક્ષમાપના અતિ સરળ અને ઝડપી ફળ પ્રદાન કરતું સાધન છે. અન્ય સાધન દ્વારા પણ મુક્તિ અને શાંતિ મેળવી શકાય પરંતુ તે ક્રમિક હોય, ત્વરિત કદાપિ નહિ, તો આવો આજના પાવન દિવસે આપણી મુક્તિ અને શાંતિના દ્વાર સાચા દિલથી માફી માગી તેમ જ સાચા દિલથી માફી આપી સત્વરે ખોલીએ.
મિચ્છામી દુક્કડમ.🙏🙏🙏🙏🙏🙏