ગોવિંદ ધોળકીયા સૌથી અમીર ઉમેદવાર
ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવાર પૈકી ગોવિંદ ધોળકીયા સૌથી અમીર(279 કરોડ) છે. એફિડેવિટ મુજબ જેપી નડ્ડા અને તેમના પત્ની પાસે 9.36 કરોડની સંપતિ છે. તમામ ઉમેદવારો પર એક પણ ગુનો નોંધાયો નથી. 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજશે. ભાજપની તમામ બેઠક પર લગભગ જીત નિશ્ચિત છે. કોંગ્રેસે પહેલાથી જ ગુજરાતમાં કોઇ ઉમેદવાર ઉભો ન રાખવાની જાહેરાત કરી છે