નર્મદાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા
1100 ફૂટ સાડી(ચૂંદડી )નર્મદા મૈયાને અર્પણ કરાશે
રાજપીપલા, તા 15
જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ મા નર્મદા જયંતી એ નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે.
16મીએ નર્મદા જયંતિ હોવાથી નર્મદા મા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વકનર્મદા જયંતિ ઉજવાશે.નર્મદા જયંતિ
ની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદા નું પૂજનનું પણ વિશેષ મહત્વ છે.
નર્મદા જયંતિએ નાંદોદ તાલુકા ના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા
1100 ફૂટ સાડી(ચૂંદડી )નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્ર્મ યોજ્યો છે જેના હજારો ભક્તો 1100 ફૂટ લાંબી સાડી(ચૂંદડી )હાથમા પકડી નાવડીઓ દ્વારા એને સામે કિનારા સુધી લઇ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરશે.નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવશે.સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવશે.
તસ્વીર :દીપક જગતાપ,રાજપીપલા