મહાભારતના કૃષ્ણની પત્નિ સામે ફરિયાદ
મહાભારત ટીવી સીરિયલમાં શ્રી કૃષ્ણની ભુમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજે તેની IAS પત્ની સ્મિતા ઘાટે વિરૂદ્ધ 14 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરને મળીને લેખિત ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે, તેની પત્ની સ્મિતાએ તેની પુત્રીઓનું ‘અપહરણ’ કર્યું છે. કોર્ટના આદેશ બાદ પણ પત્ની તેને દીકરીઓને મળવાથી રોકી રહી છે. તેઓ જાણતા નથી કે તેમની બંને પુત્રીઓ ક્યાં અને કેવી હાલતમાં છે. વારંવાર પૂછવા છતાં પત્ની કોઈ જવાબ આપતી નથી.