૩૧ ડિસેમ્બર ટાણે મહારાષ્ટ્ર્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું

૩૧ ડિસેમ્બર ટાણે મહારાષ્ટ્ર્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું

આઈસર ટેમ્પામાંથી બોટલ નંગ -૪૧૭૬ સાથે કિમત રૂપિયા ૭,૧૧,૬૦૦/-નો દારૂ ઝડપાયો

દારૂ ઉપરાંત 7 લાખની આઇસર ટ્રક,રોકડ
રકમ, 3 મોબાઇલ,.રૂ. ૬૦,૪૦૦/-ની કિંમતનું પેરેગોન ચપ્પલ બનવાનુ મટીરીયલ સહીત કુલ ૧૪,૭૭,૪૪૦નો મુદ્દામાલ ઝડપાયો


ટ્રક ડ્રાઇવર
તથા ક્લીનરની ધરપકડ

રાજપીપલા, તા.20

૩૧ ડિસેમ્બરનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ડાન્સ ડ્રિન્ક પાર્ટી મહેફિલ જમાવવા બુટલેગરો સક્રિય બન્યા છે.
જેમાં ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મહારાષ્ટ્ર્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે.આઈસર ટેમ્પામાંથી બોટલ નંગ -૪૧૭૬ સાથે કિમત રૂપિયા ૭,૧૧,૬૦૦/-નો દારૂ ઝડપાયો છે.જેમાં 7લાખની આઇસર ટ્રક,રોકડ
રકમ, 3 મોબાઇલ,.રૂ. ૬૦,૪૦૦/-ની કિંમતનું પેરેગોન ચપ્પલ બનવાનુ મટીરીયલ સહીત કુલ ૧૪,૭૭,૪૪૦નો મુદ્દામાલ ઝડપી ટ્રક ડ્રાઇવર
તથા ક્લીનરની ધરપકડ કરાઈ છે.

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સાગબારા તાલુકાના ધનશેરા ચેક પોસ્ટથી મહારાષ્ટ્ર તરફગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ઉપર ઉમિયા હોટેલની સામે રોડ પરથી આઇસર ટ્રકમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે કુલ કિ.રૂ. ૧૪,૭૭,૪૪૦ /-ના મુદ્દામાલ સાથે આઇસર ટ્રક ડ્રાઇવર
તથા ક્લીનરને દારૂની હેરાફેરીઝડપી પાડી દારૂનો મોટો જથ્થો એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે.

૩૧ ડિસેમ્બર અનુસંધાને આતરરાજ્ય દારૂની
હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાની સુચના અનુસંધાને
જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહિ
અંગેની વોચ તપાસમા હતા જે દરમિયાન જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને બાતમી
મળેલ કે એક આઇસર ટ્રક જેનો રજી. MH-14GD-1845 નો ઇગ્લીશ દારૂ ભરી શાહદા(મહારાષ્ટ્ર) તરફથી
સાગબારા દેડીયાપાડા તરફ થઇ સુરત જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને
બાતમીથી વાકેફ કરી સાગબારા ખાતીની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરી બાતમીવાળો
આઇસર ટ્રક આંતરી પાડવાની સુચના આધારે એલ.સી.બી. સ્ટાફ દ્વારા ધનશેરા ચેક-પોસ્ટ થી મહારાષ્ટ્ર બોર્ડર
સુધી ખાનગી વોચ રાખતા બાતમીવાળા આઇસર ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ઉપર ઉમિયા હોટેલની
સામે રોડ ઉપર રોકી આઇસર ટ્રકની ઝડતી તપાસ કરતાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

જેમાં આઇસર ચાલક શાહનવાજ ગફુરમીયા નાકવા રહે.નુરાની મસ્જીદ પાછળ, ડો.ઝાકીર હુસેન નગર, ગોવાંદી, શિવાજી
નગર, બોમ્બે (મહારાષ્ટ્ર) તથા ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહ રહે.ટીબાના મોવાડા,રોડ વાળુ ફળીયુ
તા.ગળતેશ્વર જી.ખેડાને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *