કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ.
વજન ઘટાડવું જોઈએ, ભજન વધારવું જોઈએ. – સાધુ પ્રેમ વત્સલદાસજી
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણિનગર ખાતે સત્સંગ સભા યોજવામાં આવી હતી .
આ પ્રસંગે શ્રી પ્રેમ વત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિ કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી એ સભાને સંબોધી હતી.
સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, આ ધનુર માસમાં આપણે ભગવાનને ધ્યાન, ભજન, કીર્તન કરીને રાજી કરવા જોઈએ.
જો સુખી થવું હોય તો, વજન ઘટાડવો જોઈએ અને ભગવાનનું ભજન વધારવું જોઈએ. પરંતુ આપણે ઊંધું થાય છે. શરીરનું વજન વધે છે અને ભજન ઘટે છે. તેથી દુઃખી થઈએ છીએ. તેથી ધનુર માસમાં નિત્ય સવારે ઊઠીને મંદિરમાં જઈને ભગવાનની ધૂન કરવી જોઈએ. જેમ સવારે નાસ્તો કરીને ઓફિસે જવાથી કાર્ય કરવામાં સ્ફૂર્તિ મળે છે. તેવી રીતે ભગવાનનું ભજન આખો દિવસ શાંતિની અનુભૂતિ થાય છે.
– સાધુ પ્રેમ વત્સલદાસજી
૬૩૫૨૪૬૬૨૪૮