સરકારે 120 યૂ ટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી
ભારત સરકારે YouTubeચેનલો સામે લાલ આંખ કરી છે. જેમાં સરકારે નિર્ણય લઈ હાલમાં 120 ચેનલો બ્લોક કરી દીધી છે. આ એવી ચેનલો બ્લોક કરવામાં આવી છે, જેનો ઉપયોગ ખોટી માહિતી પ્રસારીત કરવા અને ખોટી રીતે કમાણી કરવા માટે થતો હોય. સરકારે આવી ખોટી ચેનલોને બ્લોક કરી અફવાઓના ફેલાવા ઉપર રોક લગાવવાના અગમચેતી કદમ ઉઠાવ્યા છે. આ પહેલા પણ સરકારે આવી ખોટી ચેનલોને બ્લોક કરી હતી.