રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશોબાદ એક શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીપ્રકરણના એક શિક્ષક ફરજ મોફુક (સસ્પેન્ડ )કરાયા

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશોબાદ એક શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા.

રાજપીપલા, તા.3

નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચેછુટ્ટા હાથની મારામારી પ્રકરણમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લીધી હતી.રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણ નિયામકને સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધ તપાસના આદેશો કરી દેતાનર્મદા જિલ્લા શિક્ષણાધીકારી જયેશ પટેલે
પ્રાથમિક શિક્ષક ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવાને પ્રાથ.જિલ્લા શિક્ષણાધીકારી જયેશ પટેલે એ ફરજમોફૂક (સસ્પેન્ડ )કર્યાં છે

આ શિક્ષક ઉત્તમભાઈ
ગત 30 સપ્ટેમ્બરના રોજ
સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી.સાગબારા 51મી વાર્ષિક સાધારણસભા માં હાજર હતાં ત્યારે હીસાબ કિતાબ માંગવાના પ્રશ્ને ચર્ચા થઈ હતી ત્યારે સ્ટેજ ઉપર હાજર ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવાએ વસંતભાઈની ફેટ પકડી મારવા લાગ્યા હતા. ત્યાં હાજર શિક્ષકોએ વચ્ચે પડી વસંતભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા.ત્યાર પછી
ઉત્તમભાઈ અને વિવેકભાઈ તેમના હાથમાં લાકડાના ડંડા લઈ આવી. વસંતભાઈને કમરના ભાગે બે-ત્રણ સપાટા મારી દીધાહતાં.જેમાં વસંતભાઈને માથામાં ડંડો મારીદેતા ગંભીર ઈજા થઈ હતી.

જેમાં જાનથી મારી નાખવાની તેવી ધમકી આપી
જિલ્લા મેજીસ્ટ્રેટનર્મદાના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો
કરી મદદગારી કરી ગુનો કરતા પોલીસેઈ.પી.કો. કલમ-
૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબકાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉત્તમભાઈ વસાવાની અટક કરી હતી.
આ પ્રકરણ બાદ શિક્ષક ઉત્તમભાઈ વસાવાને પ્રાથજિલ્લાશિક્ષણાધિકારીએ ફરજમોફૂક કરતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *