IDP ઍજ્યુકેશનએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી શિક્ષણ લોન્સ પૂરી પાડવા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા કરી

 

 

 

 

 

નવી દિલ્હી, 2023– આંતરરાષ્ટ્રીય શિક્ષણ સેવામાં અગ્રણી એવીIDP ઍજ્યુકેશનએ પોતાના વિદેશ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે દેશની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિય (એસબીઆઇ) સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

 

 

 

IDP અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચેનો સહયોગ આંતરરાષ્ટ્રીય ઍજ્યુકેશન ક્ષેત્રે મહત્ત્વનું પગલું પૂરવાર કરે છે કેમ કે બન્ને અગ્રણીઓ તેમની કુશળતાઓનું જોડાણ કરે છે અને જે વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ મેળવવા ધારે છે તેમના માટે ધિરાણની મુસાફરીને સરળ બનાવે છે.

 

 

 

આ કરાર પર IDP ઍજ્યુકેશનના સાઉથ એશિયા અને મૌરીશિયસના રીજીયોનલ ડિરેક્ટર શ્રી પિયુષ કુમાર અને એસબીઆઇના નાયબ જનરલ મેનેજર (પર્સોનલ લોન્સ) શ્રી પંકજ કુમાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ પ્રસંગે એસબીઆઇના ચિફ જનરલ મેનેજર (પર્સોનલ બેન્કિંગ) શ્રી જન્મેન્જય જ્હા અને જનરલ મેનેજર (રિટેલ એસેટ-પર્સોનલ બેન્કિંગ)ના શ્રીમતી સુમન લતા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

IDP ઍજ્યુકેશનનના સાઉથ એશિયા અને મૌરીશિયસના રીજીયોનલ ડિરેક્ટર શ્રી પિયુષ કુમારએ જણાવ્યું હતુ કે, “અમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે, જે દેશમાં અત્યંત વિશ્વસનીય અને સૌથી જૂની બેન્ક છે. આ કરાર દેશમાં વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા તમામને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી વિદેશમાં અભ્યાસ કરવા માટે ધિરાણ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે અને અસંખ્ય યુવાઓ માટે વધુ સુલભ બનાવશે.”

 

 

 

એસબીઆઇના ચિફ જનરલ મેનેજર શ્રી જન્મેન્જય મોહંતીએ જણાવ્યું હતુ કે,“અમે IDP ઍજ્યુકેશન સાથે ભાગીદારી કરતા ખુશી અનુભવીએ છીએ. એસબીઆઇ વિદ્યાર્થીઓને તેમના વૈશ્વિક શિક્ષણ સ્વપ્નોને સાકાર કરવા માટે સરળ અને સહાયક માર્ગ પૂરો પાડવા સજ્જ છે.”

 

 

 

IDP ઍજ્યુકેશન એ વિદેશમાં અભ્યાસક્રમની પસંદગીથી લઈને કૉલેજ/યુનિવર્સિટીની પસંદગી, વિદ્યાર્થીને તેમની વિઝા પ્રક્રિયામાં મદદ કરવા, તેમને રહેઠાણ, શિષ્યવૃત્તિના વિકલ્પો, શિક્ષણ લોન વગેરેમાં મદદ કરવા, વિદેશમાં અભ્યાસની જરૂરિયાતો માટેનું વન-સ્ટોપ સોલ્યુશન છે. IDP પહેલાથી જ ICICI બેંક અને HDFC ક્રેડિલા સાથે મજબૂત ભાગીદારી સ્થાપિત કરી ચૂક્યું છે. SBI સાથે નવા રચાયેલા જોડાણ સાથે, IDP વિદ્યાર્થીઓ પાસે હવે એજ્યુકેશન ફાઇનાન્સિંગ સેગમેન્ટમાં ટોચના ખેલાડીઓમાંથી એજ્યુકેશન લોન સહાય પસંદ કરવા માટેના વિકલ્પોની શ્રેણી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *