आज़ादी के असली नायक
REAL HEROES OF INDEPENDENCE
મૂક સેવક પૂ. રવિશંકર મહારાજના
૧૪૦ માં જન્મદિન નિમિત્તે
ભારતના સ્વાતંત્ર્યવીરોને વિશેષ સ્મરણાંજલિ
ચિત્રકાર અશોક ખાંટ ના
૧૦૦ પોર્ટ્રેઈટ પેન્સિલ રેખાચિત્રોનું પ્રદર્શન
ઉદ્દઘાટક:
શ્રી હસમુખ પટેલ
મેનેજિંગ ડિરેક્ટર શ્રી
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ
અતિથિ વિશેષ:
શ્રી હિતેન કુમાર
ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર
શ્રીમતી અંતિમ હેમંત પુરોહિત
સ્વાતંત્ર્ય સેનાની પૂ. રવિશંકર મહારાજના પૌત્રી
તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪,
સાંજે ૫:૦૦ કલાકે
સ્થળ:
સોમાલાલ શાહ આર્ટ ગેલેરી, ગ્રાઉન્ડ ફ્લોર,
રવિશંકર રાવલ કલા ભવન,
લો ગાર્ડન, એલીસબ્રીજ અમદાવાદ
પ્રદર્શન તારીખ ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪
સાંજે ૪-૦૦થી ૭-૦૦ દરમ્યાન ખુલ્લું રહેશે
નિમંત્રક:
અશોક ખાંટ ચિત્રકાર, વલ્લભ વિદ્યાનગર
મોબાઈલ: +91 98796 50675
————–
PRESS NOTE
આઝાદી ના અસલી નાયક
आज़ादी के असली नायक
REAL HEROES OF INDEPENDENCE
પૂ. રવિશંકર મહારાજના ૧૪૦માં જન્મદિન નિમિતે સ્વાતંત્ર્યવીરોને વિશેષ સ્મરણાંજલિ
કલાકાર અશોક ખાંટના ૧૦૦ ચિત્રોનું પ્રદર્શન
—————————–
આપણા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો અને દેશ સેવા પ્રત્યેની લડત થકી આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવા હેતુ આણંદના જાણીતા કલાકાર અશોક ખાંટ દ્વારા ચિત્રિત ૧૦૦ પોર્ટ્રેઈટ પેન્સિલ રેખાચિત્રો REAL HEROES OF INDEPENDENCE (આઝાદીના અસલી નાયક) નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪’ દરમ્યાન રોજ સાંજે ૪-૦૦થી ૭-૦૦ કલાક રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન એલીસબ્રીજ અમદાવાદ ખાતે યોજાનાર છે.
સ્વાતંત્ર્ય સેનાની મુઠ્ઠી ઊંચેરા માનવી પૂ. રવિશંકર મહારાજના ૧૪૦માં જન્મદિન નિમિતે તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના સાંજે ૫-૦૦ કલાકે આ પ્રદર્શનનું વિશેષ ઉદઘાટન રવિશંકર રાવલ કલા ભવન આર્ટ ગેલેરી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. ચિત્ર પ્રદર્શનના અતિથિ વિશેષ તરીકે ગુજરાતી ફિલ્મના જાણીતા સુપર સ્ટાર હિતેન કુમાર અને પૂજય રવિશંકર મહારાજની પૌત્રી શ્રીમતી અંતિમબહેન હેમંત પુરોહિત ખાસ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય વીરોને શ્રધ્ધા સુમન અર્પણ કરી આ પ્રદર્શન ને ખુલ્લું મૂકવામાં આવશે.
વિશેષ પ્રકાશ પાડતા ગૌરવ પુરસ્કાર સન્માનિત કલાકાર અશોક ખાંટ જણાવે છે કે તેઓએ ૧૮૦ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્સિલ રેખાંકનો કાગળ ઉપર તૈયાર કરેલ છે. કચ્છના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલના નિર્માણ દરમ્યાન સ્વાતંત્ર્ય સેનાનીના તૈલચિત્રો સર્જવાનો શ્રી ખાંટ ને ગુજરાત સરકાર તરફથી અવસર પ્રાપ્ત થયેલ, આ દરમ્યાન અનેક સ્વાતંત્ર્યવીરોનું જીવન અને તેમની ભૂસાએલી છબીઓ તેઓએ ઇન્ટરનેટ માધ્યમથી પ્રાપ્ત કરેલ. સ્વાતંત્ર્ય વીરોની કેટલીક તસવીરો સાવ અસ્પષ્ટ કે ટીકીટ પર જોવા મળે છે. અસલ ઓળખ વાળી છબીઓ કે ચિત્રોનો સાંકેતિક આધાર લઈ તેઓએ પૂર્ણ વ્યક્તિત્વ દેખાય એ રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓના રેખાંકનો સહજતાથી આલેખ્યા છે. દરેકના જન્મ કે મૃત્યુ દિન સાથે તેમનો ટુંકો પરિચય પણ અહી જોવા મળશે.
અશોક ખાંટ, ચિત્રકાર +91 98796 50675
ashokkhant@yahoo.co.in
For more detail and images
https://akhant.wordpress.com/real-heroes-of-independence/