આકરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને નર્મદા ડેમમાંથી પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે
મુખ્ય કેનાલમાં 18229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
સરદાર સરોવર નર્મદા ડેમ 64 ટકા ભરાયેલ છે
હાલ પણ નર્મદા ડેમ 129.85 મીટર ની સપાટી
રાજપીપલા, તા.18
ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર કે છે આકરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણ મળી રહેશે.
હાલ ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટેનર્મદાના મેન કેનાલમાં 18229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
હાલ સરદાર સરોવર નર્મદા ડેમ 64 ટકા ભરાયેલ છે. એટલે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે ચોમાસાસુધી માટે પીવા અને સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે.
હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટર પહોંચી છે.
ઉપરવાસ માંથી પાવર હાઉસ ચાલતા 13779 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે.ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેન કેનલ માં 18229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
નર્મદા ડેમમાં 3187.94 મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે
આમ નર્મદાડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ છે.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા