લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી 3 દ્વારા
તારીખ 26 સપ્ટેબર 2023 મંગળવાર ના રોજ અમદાવાદ, ગાંધીનગર , સાબરકાંઠા,
અરાવલી ના વિવિધ શહેરો અને ગામોમાં લાયન્સ ના 300થી વધુ ટ્રેનર, વોલયન્ટર
મિત્રો દ્વારા લગભગ 165 સ્કૂલ/ કોલેજો માં
એક લાખ વીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા.
નશા મુક્તિ અભિયાનનો શુભારંભ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ
આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ માં
ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો
લાયન્સ ક્લબ દ્વારા આ વર્ષે 10 લાખથી પણ વધુ વિદ્યાર્થી ઓને
નશા મુક્તિના શપથ અપાવવાનું લક્ષ્ય
ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનિલ ગુગલીયાએ રાખ્યું છે
જે પરીપૂર્ણ કરવા ડીસ્ટ્રીકટ ચેરપરસન નંદિનીબેન રાવલ અને
ડિસ્ટ્રિક્ટ ની તમામ કલબો અને કેબિનેટ મિત્રો કટિબદ્ધ છે.
આવો આપણે સૌ સાથે મળી આ નશા મુક્તિ અભિયાન દ્વારા એક સ્વસ્થ, સુદ્રઢ
અને નશા મુક્ત ભારતનું નિર્માણ કરીએ.