યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા બાપુનગર માં તારીખ 2/01/2025 ના રોજ જરૂરિયાતમંદ ગરીબ વર્ગના 100 થી વધુ લોકો ને ગરમ બ્લેન્કેટ આપવામાં આવ્યા.
આ ઉમદા કાર્ય માં બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહા , મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ભાસ્કર ભટ્ટ અને બીજા સહકાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના આ સેવા કાર્ય ને ધારાસભ્ય શ્રી દિનેશભાઈ એ બિરદાવી હતી અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનયભાઈ ભટ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો. એમના કાર્યક્ષેત્રમાં મહિલાઓ, યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે એમ્પાવરમેન્ટ, ડેવલપમેન્ટ, એજ્યુકેશન, આરોગ્ય અને સ્વચ્છતા ને લગતી પ્રવૃત્તિઓ તથા સેવાલક્ષી કાર્યો કરવા માટે ચર્ચા કરી હતી.