યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા રોટરી ક્લબ સાથે તારીખ 4/01/2025 ના રોજ મોસમી રોગો, આરોગ્ય, શ્વસન સંબંધી સ્વાસ્થ્ય અને સમસ્યાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો જેમાં વિટાલીસીસ દ્વારા આયુર્વેદિક પ્રોડક્ટ નું મફત વિતરણ કરવામાં આવ્યું અને સાથે આસપાસના જરૂરિયાતમંદ લોકોને ગરમ બ્લેન્કેટ આપવામાં આવ્યા.
આ સેવા કાર્ય માં મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ એમના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના આ સેવાલક્ષી યજ્ઞ ની પ્રશંસા કરી હતી.
રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ શ્રી નિપુનભાઈ પટેલે યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના ઉમદા કાર્ય માટે ટ્રસ્ટી શ્રી વિનયભાઈ ભટ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો. અને ભવિષ્યમાં રોટરી ક્લબ સાથે વધારે સેવાલક્ષી કાર્યો કરીએ એ માટે આશા વ્યક્ત કરી હતી.
યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના ટ્રસ્ટીશ્રી વિનયભાઈ ભટ્ટે હાજરી આપવા બદલ ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે ફાઉન્ડેશનના ઉમદા કાર્યને સફળ બનાવવાં બદલ પ્રેસિડેન્ટ શ્રી નિપુનભાઈ અને આયુર્વેદ ડોક્ટર શ્રી નરેશ શર્મા ની સેવા ને બિરદાવી હતી અને ભવિષ્યમાં લોક કલ્યાણ માટે સાથે મળીને વધારે સેવાલક્ષી કાર્યો કરવા આશ્વાસન આપ્યું હતું..