મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે 1 ઓક્ટોબરે BVM લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન

 

ઇન્ટ્રો: ભારતીય વ્યાપાર મંડળ (BVM) એ મહિલાઓને તેમની રચનાને પ્રદર્શિત કરવા અને ગ્રાહકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા એક્ઝિબિશનનું આયોજન કર્યું છે.
અમદાવાદ: વ્પાયાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સંગઠન ભારતીય વેપાર મંડળ (BVM) મહિલા સાહસિકોને એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે BVM લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યું છે.
લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન 1 ઓક્ટોબરના રોજ સિંધુ ભવન હોલમાં યોજાશે. એવી મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા 80 સ્ટોલ લગાવામાં આવશે કે જેઓ ઘરે પ્રોડક્ટ બનાવે છે પરંતુ ઉંચા ભાડાને કારણે હાઇ-પ્રોફાઇલ એક્ઝિબિશનમાં ભાગ લેવાનું તેમને પોષાતું નથી. આગામી એક્ઝિબિશનનો ઉદ્દેશ આવી પ્રતિભાશાળી મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમની પ્રોડકટસ વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
BVM ના વાઇસ પ્રેસિડેન્ટ અર્ચના ગુપ્તા અને પ્રેસિડેન્ટ સરોજ શર્માએ જણાવ્યું હતું કે, “અમને અમારા હૃદયની નજીકના હેતુને આગળ વધારવા BVM લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં ખુશી થઇ રહી છે. અમે એ મહિલા ઉદ્યોગસાહસિકોને 80 સ્ટોલ ફાળવ્યા છે જેઓ તેમના ઘરે બેસીને આરામથી નવીન પ્રોડક્ટસ બનાવે છે. બજારો અને ગ્રાહકો સુધી પહોંચવામાં તેઓ જે પડકારોનો સામનો કરે છે તેને અમે ઓળખીએ છીએ. અમારો ધ્યેય આ એક્ઝિબિશનના માધ્યમથી તેમનું સમર્થન કરવાનો છે, તેઓને તેમની રચનાઓ પ્રદર્શિત કરવા અને સંભવિત ગ્રાહકો સાથે જોડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.”
એક્ઝિબિશિનનું ઉદ્ઘાટન અમદાવાદના મેયર પ્રતિભા જૈન, કર્ણાવતી ક્લબના પ્રમુખ દુર્ગેશ બુચ અને AMC રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલની હાજરીમાં કરાશે.
એક્ઝિબિશનમાં હાથથી બનાવેલી હસ્તકલા અને ફેશન આઈટમ્સથી લઈને સ્વાદિષ્ટ ભોજન અને લાઈફસ્ટાઈલ એસેસરીઝ સુધીની પ્રોડકટસ અને ઓફરિંગની વિવિધ શ્રેણીઓ ડિસ્પ્લે અને વેચાણ માટે હશે. મુલાકાતીઓ સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને સીધો ટેકો આપતા અદ્વિતીય, ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડકટસની શોધની અપેક્ષા રાખી શકે છે.
BVM લોકોને BVM લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનમાં હાજરી આપવા અને અસાધારણ પ્રોડકટસની શોધ કરતી વખતે મહિલા સાહસિકોની સર્જનાત્મકતા, પ્રતિભા અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરવા આમંત્રણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *