પૂર્વ શિક્ષક કિશોર ટંડેલને ‘શ્રેષ્ઠ ગુરુવર્ય એવોર્ડ’ એનાયત કરાયો
રાજપીપલા, તા26
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે શિક્ષકદિનના ઉપલક્ષ્યમાં સમગ્ર ગુજરાતના પ્રતિભાવંત ગુરુવર્યોને ‘શ્રેષ્ઠ ગુરુવર્ય’ એવોર્ડ સમર્પિત કરવાનો સારસ્વત સન્માન સમારોહ પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ સરસાણા, સુરત ખાતે યોજાયો હતો. આ સારસ્વત સન્માન સમારોહમાં નવસારી (ઓંજલ)ના રહીશ અને નવચેતન કેળવણી મંડળ સંચાલિત તાપીવન વિદ્યાલય, સરકૂઈ-માંડવીના પૂર્વ શિક્ષક કિશોર આર. ટંડેલને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, SGCCIના પદાધિકારીઓ, વીર નર્મદ દ.ગુ.યુનિ.સુરતના કુલપતિ કિશોરસિંહ ચાવડા, પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર, ડૉ. વિકાસ દેસાઈ અને અને અગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં ‘ શ્રેષ્ઠ પ્રતિભાશાળી ગુરુવર્ય એવોર્ડ-2023 ‘ આપી સન્માનિત કરાયા હતા.
આ અગાઉ કિશોર ટંડેલને જિલ્લા યુવા એવોર્ડ, વ્યસન નિષેધ પુરસ્કાર, જલસ્ટાર એવોર્ડ, ટીચર બોલ્ટ એવોર્ડ, પર્યાવરણ એવોર્ડ, ગ્લોબલ ટીચર રોલમોડેલ એવોર્ડ, શોર્યગીત-કાવ્ય લેખનસ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા હોલ્ડર જેવા અનેક એવોર્ડ મળ્યા છે. તેમને 26મી જાન્યુઆરી -2023ના દિને વિજલપોર-નવસારી નગરપાલિકા દ્વારા સન્માનિત કરાયા હતા. પૂર્વ શિક્ષક કિશોર ટંડેલની સિદ્ધ માટે શાળા- મંડળ અને સમાજ તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા