પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાએ ભરુચ લોકસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાએ ભરુચ લોકસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા.

હું લોકસભા લડવા મોવડી મંડળ પાસે ટિકિટ માંગીશ

ભરુચ લોકસભાં બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવા પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે.

ભાજપાના જ બે ઉમેદવારોની દાવેદારી ભરુચ નર્મદાના રાજકારણમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે.

રાજપીપલા, તા 24

છેલ્લા કેટલાક વખતથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લોકસભાની ચૂંટણી લડવા બાબતે શાબ્દિક પ્રહારો શરૂ થયાં છે.
સાંસદ મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી ભરૂચ લોકસભા માં ભાજપાના ઉમેદવાર તરીકે સતત ચૂંટાતા આવ્યા છે.અને આગામી લોકસભાની ચૂંટણી પણ મનસુખ વસાવા લડવાના છે એવી જાહેરાત કરી ચુક્યા છે.

જયારે બીજી તરફ સાંસદ મનસુખ વસાવાની સામે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચૂંટણી લડવાના મૂડમાં છે ત્યારે

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાએ ભરુચ લોકસભાની ચૂંટણી લડવાની વાત કરતા ભરુચ નર્મદાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

મોતિસિંહ વસાવાએ ભરુચ લોકસભાની ચૂંટણી લડવાની
ઈચ્છા વ્યક્ત કરીછે એ વાત લઈને ભાજપાના જ બે ઉમેદવારોની દાવેદારી ભરુચ નર્મદાના રાજકારણમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે.

મોતીસિંહ વસાવાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હું ભરુચ લોકસભા લડવા મોવડી મંડળ પાસે ટિકિટ માંગીશ.

એ માટે નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ સહીત આદિવાસી સમાજનું પણ સમર્થનમળશે એમ જણાવ્યું હતું.બીજી તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ભરુચ લોકસભાં લડવાના હોવાથી મોતિસિંહ આદિવાસી વોટમાં ગાબડું પાડશે એવી ભાજપાની ગણતરી છે.
મોતીસિંહ વસાવાની આદિવાસી વોટબેંક પર મજબૂત પકડ છેમોતીસિંહ વસાવા શંકરસિંહ વાઘેલાની સરકારમાં વન મંત્રી રહી ચુક્યા છે.મોતિસિંહ પૂર્વ વન મંત્રી, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત હાલ અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોર્ચા ના રાષ્ટ્રીય કાર્યકારીણી અધ્યક્ષ છે.

-દીપક જગતાપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *