રાજપીપળા કરજણ નદીના કિનારે ૧૫ થી વધુ નાની ગણેશની મૂર્તિઓ ખંડિત અવસ્થામાં રઝાળતી જોવા મળી
રાજપીપલા તા 22
આજે રાજપીપળા કરજણ નદીના કિનારે ૧૫ થી વધુ નાની ગણેશની મૂર્તિઓ ખંડિત અવસ્થામાં રઝાળતી જોવા મળી હતી. આ વરવું દ્રશ્ય જોઈને મોર્નિંગ વોકમાં ફરવા આવનારા અને અન્ય ભક્તોમાં ધાર્મિક લાગણી દુભાયેલી જોવા મળી હતી.
કરજણ નદીમાં પુલ નીચે એક મોટી મૂર્તિ નદીમાં તરતી જોવા મળી હતી તો અને સિકોતર માતાના મંદિર નીચે
15 થી વધુ ગનાની નાની ણેશ મૂર્તિઓ ખંડિત અવસ્થામાં કિનારે રઝળતી જોવા મળી હતી.
જેમાં કેટલીક અડઘી ડૂબેલીઅને અડધી બહાર ડોકિયાં કરતી તરતી અવસ્થામાં કિનારે ખંડિત મૂર્તિઓનું વરવું દ્રશ્ય જોઈને લોકોમાં ઘેરા ખેદની લાગણી જોવા મળી હતી.
ખાટલે મોટી ખોડ એ હતી કે આ મૂર્તિઓ તણાઈને કિનારે આવી એમ ના કહી શકાય કારણે કિનારે પૂજાનો સામાન, ફૂલોનો હાર આ બધું વેરવિખેર પડેલું હતું. એનો મતલબ એ થયો કે અહીંયા કિનારે જ મૂર્તિઓ કે વિસર્જિત થઈ હશે
ગણેશ મૂર્તિઓ નદીના ઊંડા પાણીમાં વ્યવસ્થિત રીતે ગણેશની ગરીમા જળવાય એ રીતે એનું વિસર્જન કરવું જોઈએ.
ખાસ કરીને પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી મૂર્તિઓની આવી દુર્દશા થાય છે. આ દ્રશ્ય જોયા પછી ભક્તોએ આયો જો કે વિચારવું જોઈએ કે પીઓપીની મૂર્તિ ના વાપરતા માટીની મૂર્તિનો જ ઉપયોગ કરવો
જોઈએ. માટીની મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે પીઓપીની મૂર્તિથી પ્ નદી પ્રદૂષિત પણ થાય છેહવે લોકોએ પણ વિચારવાનો સમય આવી ગયો છે કે પીઓપી મૂર્તિ નદીમાં દુબાડશોઆવી દુર્દશા થશે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા