નર્મદાડેમમાંથી પાણી છોડવાથી મોટા પાયે નુકસાન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઓચિંતી સીસોદરા ગામની મુલાકાતથી રાજકારણમાં નવો રાજકીય વળાંક
સિસોદરા ગામે અમદાવાદ ના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના કોંગી આગેવાનોએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી
સિસોદરાની 95%ખેતી પાણીમાં કરોડોનું નુકશાન
સાંસદ મનસુખભાઈએ સહાય માટે વડાપ્રધાનને પત્ર લખ્યો
તો ભાજપાનાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખેકૃષિ મંત્રીને પત્ર લખી પેકેજ સહાયની માંગ કરી.
રાજપીપલા, તા 21
સરદાર સરોવર ડેમના નિષ્ફળ સંચાલનને કારણે
તથા સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટરોની-
સંચાલકોની નિષ્કાલજીને કારણે ડેમના હેઠવાસમાં
માનવસર્જિત પુર આવ્યું. આ પૂરને કારણે થયેલી ભારે
તબાહીની જવાબદારી નક્કી કરી તપાસ કરાવવાની
રજુઆતબ્રેકિસ વોટર્સ રિસર્ચ સેન્ટરના એમએસએચ શેખ
દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને
ફરિયાદ કરાઈ છે જેનાં ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતના રાજકારણમાં પડ્યા છે.
નર્મદાડેમમાંથી પાણી છોડવાથી મોટા પાયે નુકસાન બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઓચિંતી સીસોદરા ગામની મુલાકાતથી રાજકારણ ગરમાયુંછે.સિસોદરા ગામે અમદાવાદ ના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના લોકોએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે. તો
સાંસદ મનસુખભાઈએ સહાય માટે વડાપ્રધાનને પત્ર લખ્યોછે. તો ભાજપા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખેકૃષિ મંત્રીને પત્ર લખી પેકેજ સહાયની માંગ કરી છે. તો ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આ નુકસાન અને હોનારત માટે સરકારને અને ડેમના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.
સિસોદરા ગામની 95%ખેતી પાણીમાં ડૂબી ને નષ્ટ થઈ જતાં કરોડોનું નુકશાન થયાંના અહેવાલ છે
સીસોદરા ગામમા નર્મદાના પાણી ઘુસી આવતા ગામને અને ખેતીનેજે મોટુ નુકસાન થયું છે ત્યારે એમની મદદે કોઈ નેતા દેખાયું નહીં ત્યારે કોંગ્રેસના નેતાઓ અને વિરોધપક્ષના આગેવાનોએ સીસોદરા ગામની મુલાકાત લીધી હતી.જેમાં ગઈ કાલે અમદાવાદ ના ધારાસભ્ય
અને વિધાનસભા ઉપપ્રમુખ
શૈલેષ પરમાર સહિતના નેતાઓએ અસરગ્રસ્તોની મુલાકાત લીધીહતી.અને આ હોનારત માટે ભાજપાને જવાબદાર ઠેરવી ભાજપા સામે આકરા પ્રહારો કરી સરકાર પાસે અસરગ્રસ્તોને સર્વે કરી કેશડોલ અને વળતર પેટે આર્થિક પેકેજ આપવાની માંગ કરી સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી.
ગામ લોકો સાથે વાતચિત કરતાઅમદાવાદ ના ધારાસભ્ય
અને વિધાનસભા ઉપપ્રમુખ
શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરકારના કોઈ અધિકારી તલાટી મામલતદાર હોય કે કલેકટર હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન હોય આ લોકોએ આવા વિસ્તારની મુલાકાત લીધી નથી. આજે ગામ લોકોને ખાવાના ફાંફા છે. જે લોકો એનજીઓ ચલાવે છે એ લોકોએ આવીને ખાવાનું આપી જાય છે. સરકારે આ લોકોને નિયમ અનુસાર કેસડોલ આપવી જોઈએ.ટીમ બનાવી સર્વે કરાવવૉ જોઈએ.લોકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુંછે . ત્રણ ત્રણ દિવસ થયા છતાં કોઈ નેતા કે સરકાર નો કોઈ પ્રતિનિધિ અહીં ફરક્યા નથી. વડાપ્રધાનના જન્મ દિવસે નર્મદા
ના નીરના વધામણા કરવા માટે જે પાણી રોકી રાખ્યું હતું અને જે પાણી છોડવામાં આવ્યું હતું તે પાણી છોડ્યા પછી ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની જે ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે
તે જોતા કોંગ્રેસ પાર્ટી દ્વારા મારી સાથે તુષાર ચૌધરી, વિમલભાઈ શાહ, અમરશીભાઈ પટેલ, સંદીપભાઈ, સિસોદરા ગામની મુલાકાતે સવારથી આવ્યા છીએ.અને આ વિસ્તારની મુલાકાત લીધી છે.
પ્રજાની જે તકલીફો છે એ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરશું.કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે. રાજ્યપાલને મળીને પણ રજૂઆત કરશે.અને સરકારને સહાય અપાવવા માટે મજબૂત મજબૂર કરીશું. તેને સરકાર સહાય કરે એવા પ્રયત્નો રહેશે તેવી ખાતરી આપી હતી
વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાથી લોકોમાં ખૂબઆક્રોશ છે. પ્રધાનમંત્રીના જન્મદિવસની તારીખે પાણી રોકીને લાખો ક્યુસેક પાણી એકી સાથેપાણી છોડીને કાંઠા વિસ્તારના ગામોના લોકોને ભારે નુકશાન કર્યું છે તેનાથી પ્રજામાં આક્રોશ છે
અમે સવારથી ત્રણ અલગટીમ અલગ પાડીને લોકોને મળ્યા છે.લોકોની તકલીફો જાણી છે સરકાર સમક્ષ એમના પ્રશ્નો રજૂ કરીશું
જયારે બીજી કૃષિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આજે પુર આવ્યું છે માનવસર્જિત નથી. પણ કુદરતી છે. કોંગ્રેસ અને વિરોધ પક્ષો ખોટો વિરોધ કરી રહ્યા છે.કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરે છે. કોંગ્રેસ નર્મદા વિરોધી છે. ભાજપના આ આક્ષેપને ફગાવતા તેમણે જણાવ્યું હતું કે એમનો જન્મ પણ નહોતો થયો ત્યારે કોંગ્રેસે નર્મદાનું પાયો નાખ્યો હતો. આમ હાલતો નર્મદા પૂરમુદ્દે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા