નર્મદા જિલ્લાપંચાયત સહીત પાંચેય ના તાલુકા પંચાયતના
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ભગવો લહેરાયો
જિલ્લા જિલ્લા
પંચાયત પ્રમુખ તરીકે
ભીમસિંગભાઈ તડવી અને
ઉપપ્રમુખ તરીકે
મેહુલભાઈ માછીની વરણ
નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વનીતાબેન વસાવાતથા ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ પટેલનો બિન હરીફ વિજય
રાજપીપલા, તા15
રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતમાં અઢી
વર્ષની ટર્મ પૂરી થયા બાદ આગામી અઢી વર્ષમાટે નવી બોડીની ચૂંટણી પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી.
જેનાં અનુસંધાને નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂરી થઈજતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા
જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી
પ્રક્રિયા જિલ્લા પંચાયતના સભાખંડમાં નર્મદા
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા તથા જિલ્લા
વિકાસ અધિકારી અંકિત પંન્નુની અધ્યક્ષતામાં
યોજાઈ હતી.જેમાં નર્મદા જિલ્લાપંચાયત પ્રમુખ તરીકે
ભીમસિંગભાઈ
શનાભાઈ તડવી અને
ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ વિનુભાઈ માછીની વરણીથઈ હતી
જ્યારે નાંદોદ તાલુકાના પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીશૈલેસ ગોકલાણી અને તાલુકા વિકાસ
અધિકારીની અંજલિ ચૌધરીની અધ્યક્ષતામાં
નાંદોદ તાલુકા પંચાયતમાં યોજાઈ હતી,નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અને
ઉપપ્રમુખ તથા નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે એક એકજ ફોર્મ આવ્યું હતું.નર્મદા જિલ્લા પંચાયત અનેનાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને
ઉપપ્રમુખની બિન હરીફ વરણી થઈ હતી.જેમાં નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વનીતાબેન સુનીલ કુમાર વસાવાતથા ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલનો બિન હરીફ વિજયથયો હતો
જયારે ગરુડેશ્વર તાલુકા ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે વસાવા માંગતાભાઈતથાઉપ પ્રમુખ તરીકે તડવી જશુંબેન જયંતીભાઈ ની વરણીકરાઈ હતી. તો સાગબારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે શ્રીમતી ચંપાબેન સુભાષભાઈ વસાવા ઉપપ્રમુખ સુરપસિંગ ભાઈ દામજી વસાવા ની બિન હરીફ વરણીકરાઈ હતી.
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
જ્યારે તિલકવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં પ્રમુખ પદ માટે પ્રેમાભાઈ ભીલ તથા ઉપપ્રમુખ પદ માટે પ્રદીપભાઈ તડવીની વિજયી થયાહતાં.તો ડેડીયાપાડાતાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીનાસંજયભાઈ વસાવા જ્યારેઉપપ્રમુખપદે રમેશભાઈ
વસાવા પણ બિનહરિફ
વિજેતા જાહેર થયા હતા.
આમ નર્મદાની તમામ પંચાયતોમાં ભગવો લહેરાયો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા