નર્મદાનાં ઉમરવા (જોષી) ગામે ધારાસભ્યનાં હસ્તે 20હજારથી જેટલી વિવિધ કલમોનું વિતરણ કરાયું

ઉમરવા (જોષી) ગામે ધારાસભ્યનાં હસ્તે 20હજારથી જેટલી વિવિધ કલમોનું વિતરણ કરાયું.

રાજપીપલા, તાં 13

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

નર્મદાનાં ઉમરવા (જોષી) ગામે ધારાસભ્યનાં હસ્તે 20હજારથી જેટલી વિવિધ કલમોનું વિતરણ કરાયુંહતું. જેમાં જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ નર્મદા દ્વારા કંથરપુરા ક્લસ્ટર ગ્રુપનાં 17ગામોના 245 લાભાર્થીઓ ને 11હજાર જેટલી કલમો તથા ઉંમરવા ક્લસ્ટર ગ્રુપનાં 13ગામોના 202 લાભાર્થીઓ ને 9586 જેટલી કલમો મળી કૂલ 20655જેટલી કલમોનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના,(વોટરશેડ કોમ્પોનેન્ટ ૨,૦),પ્રોડકશન સીસ્ટમ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ હેઠળની
કલમ વિતરણ વાવેતર કાર્યક્રમહેઠળ ગરૂડેશ્વર તાલુકાના ઉમરવા (જોષી), ગામે નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિ માં આંબાની કલમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ નર્મદાનાં પ્રોજેક્ટ ડાયરેક્ટ એચ એસ પટેલે જણાવ્યું હતું કે લાભર્થીઓઆ ફળાઉ કલમોનુંપોતાના ઘર આંગણા વાડામાં વાવેતર કરી ફળોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવી આત્મનિર્ભર બની શકશે. જયારે ધારાસભ્ય દર્શનાં બેન દેશમુખે લાભાર્થીઓને આ કલમોનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી પગભર થવા આત્મનિર્ભર બનવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહવાન ને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *