પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગત બુધવારના રોજ આફ્રિકાના યુગાન્ડા ખાતે લેક વિક્ટોરિયામાં એક બોટ ઊંધી વળી ગઈ હતી. આફ્રિકા સ્થિત વિવિધ સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ખાદ્ય સામગ્રી અને અન્ય ચીજ વસ્તુઓની સાથે અનેક લોકો પણ આ બોટમાં સવાર હતા અને એ બોટ ભારે પવનને કારણે પલટી જતા 20 લોકોના મૃત્યુ થયા હતાં અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા.
પુજ્ય મોરારિબાપુ તરફથી આ ઘટનામાં માર્યા ગયેલાઓને પ્રત્યેકના પરિવારજનોને રુપિયા ૧૧ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે જે કુલ મળીને રુપિયા બે લાખ વિસ હજાર થાય છે. રામકથાના આફ્રિકા સ્થિત શ્રોતા દ્વારા યુગાન્ડાના સ્થાનિક ચલણમાં આ સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પુજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
7 thoughts on “યુગાન્ડા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પૂજ્ય મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય”