તાજેતરમાં ફીટ ઈન્ડિયા માર્શલ આર્ટ્સ સ્કૂલ ગેમ ફેડરેશન દ્વારા રોહતક, હરીયાણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી ના સહયોગથી નેશનલ કક્ષાની કરાટે, તેકવાંડો, કવાંકીડો,અને કીક બોકિસંગ જેવી રમત નું એક સાથે આયોજન કરવામાં આવ્યું હતું!
આ સ્પર્ધા મા ભાગ લેવા માટે અમદાવાદ જીલ્લાના 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો! આ ખેલાડીઓએ તેમના વજન અને ઉંમર પ્રમાણેની કેટેગરીમાં હરીયાણા અને દિલ્હી ના ખેલાડીઓને માત આપી ને બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે!
જેમાં 1) કેદાર મહેતા
2) તનવી પટેલ ( કે એન પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ ગોતા) રહ્યા હતા
અને શિવમ ઝાલા ( કે એન પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ ગોતા ) સેમી ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યો.
આ ઐતિહાસિક સ્પર્ધાના સમાપન સમારોહ માં M.D.U ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. આર. પી. ગર્ગ, વડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર ક્યોષી શ્રી અરવિંદ રાણા,સ્પર્ધાના ડાયરેક્ટર શ્રી રાકેશ સૈની તથા વિવિધ માર્શલ આર્ટ્સના કોચશ્રીઓ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ્સ આપીને પ્રત્સાહિત કર્યા હતા! આ સમગ્ર સ્પર્ધાના ચીફ રેફરી અને સ્પોર્ટ્સ કરાટે ડિરેક્ટર શિહાન શ્રી ચક્રબહાદુર દમાઈએ અને કે એન પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ ના આચાર્યશ્રી શ્રીમતી પાયલબેન સિદ્ધપુરા એ વિદ્યાર્થીઓના કોચ શ્રી અલ્પેશ રાઠોડ તથા ખેલાડીઓને તેમના ઉજ્વળ ભવિષ્ય અને મેડલ મેળવ્યાં બદલ અભિનંદન પાઠવ્યા છે!
10 thoughts on “ફીટ ઈન્ડિયા માર્શલ આર્ટ્સ સ્કૂલ ગેમ ફેડરેશન દ્વારા રોહતક, હરીયાણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી ના સહયોગથી નેશનલ કક્ષાની કરાટે, તેકવાંડો, કવાંકીડો,અને કીક બોકિસંગ જેવી રમત નું એક સાથે આયોજન કરવામાં આવ્યું”