નગર પાલિકાના વોર્ડ નં-૬ની ખાલી પડેલી બેઠક માટે ૬ઠ્ઠી ઓગષ્ટે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે

રાજપીપલા નગર પાલિકાના વોર્ડ નં-૬ની ખાલી પડેલી બેઠક માટે ૬ઠ્ઠી ઓગષ્ટે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે

રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજપીપલા નગર પાલિકાની પેટા ચુંટણી-૨૦૨૩નો જાહેર કરાયેલો કાર્યક્રમ

રાજપીપલા:29

ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા- એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી મહાનગર પાલિકા/ નગર પાલિકાની પેટા ચુંટણી-૨૦૨૩નો જાહેર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપલા નગર પાલિકાના વોર્ડ નંબર-૬ની ખાલી પડેલી સામાન્ય બેઠક માટે પેટા ચુંટણી યોજાનાર છે. જેની પ્રક્રિયા જેવીકે જાહેરનામું પ્રસિદ્ધ કરવું, ફોર્મ વિતરણની પ્રક્રિયા, ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણથઈ છે. પેટા ચૂંટણી માટે તા. ૦૬/૦૮/૨૦૨૩ના રોજ મતદાન તેમજ તા.૦૮/૦૮/૨૦૨૩નાં રોજ મતગણતરી નકકી કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારી રાજપીપલા નગર પાલિકા અને પ્રાંત અધિકારી રાજપીપલા તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજપીપલા નગર પાલિકાના વોર્ડ નંબર-૬ની યોજાનારી પેટા ચૂંટણી માટે કુલ-૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં વિનોદકુમાર નટવરભાઈ તળપદા(ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), પાર્થ સુભાષચંદ્ર જોષી(ભારતીય જનતા પાર્ટી), વિજયસિંહ સનતસિંહ રાવલજી(આમ આદમી પાર્ટી) અને મહેશભાઈ સરાદભાઈ વસાવા(અપક્ષ)નો સમાવેશ થાય છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *