શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા અધિક માસ પ્રસંગે તીર્થ
યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી કચ્છ ગુર્જર
ક્ષત્રિય સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ મહિલા મંડળ ની કમિટી બહેનો તેમજ અન્ય સભ્યો અને અન્ય અતિથિ બહેનો પણ જોડાયા હતાં.
કુલ ૪૩ યાત્રીઓ હતાં.
યાત્રા સિકંદરાબાદ થી
વિજયવાડા ક્રિષ્ના નદી દર્શન તેમજ સ્નાન માટે તીર્થ યાત્રા
હતી.
સિકંદરાબાદ થી ટ્રેન નંબર 12788 વિજય વાડા જતી ટ્રેન માં બેસી સૌ રવાના થયાં.
ટ્રેન નો સમય રાત્રે 11.30 થી
સવારે 5.25 નો છે. પરંતુ વરસાદ ને લીધે થોડું વહેલું
મોડું થઈ શકે છે.
આવતી વખતે સુપર ફાસ્ટ
ટ્રેન નંબર 12749 જે વિજય વાડા થી રાત્રીનાં 10.30 નાં
ઉપડે છે તેમજ
સિકંદરાબાદ સ્ટેશને સવારે 4.00 વાગ્યે પહોંચાડે છે.
વિજય વાડા માં એક
સરસ ગુજરાતી સમાજ છે.
એમાં ઉતરી શકાય છે.
આ યાત્રા નો વ્યક્તિ દીઠ અંદાજીત સાદી
થ્રી ટાયર ટ્રેન માં ખર્ચ
૧૫૦૦/- સુધી આવી શકે છે.
શ્રી ગાયત્રી મહિલા મંડળ
નાં બેનર હેઠળ આ યાત્રા નું
આયોજન કરવામાં આવ્યું હતું. સાથે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ મહિલા મંડળ
પણ આમંત્રિત હતો. એ ઉપરાંત અન્ય બહેનો પણ
આમંત્રિત હતાં.
ઘણાં વર્ષે અધિક શ્રાવણ
માસ આવ્યો. શ્રી ગાયત્રી મહિલા મંડળ ની બહેનો એ
નક્કી કરી જ રાખ્યું હતું કે એક તીર્થ યાત્રા નું આયોજન કરવું. અગાઉ થી ટિકિટો બુક
કરાવવામાં આવી હતી.
યાત્રા નો સમય નજીક આવવા લાગ્યો. પરંતુ ભગવાન ને પોતાનાં ભક્તો ની
પરીક્ષા લેવાનું મન થયું હશે કે
હૈદરાબાદ – સિકંદરાબાદ માં
બારે મેઘ ખાંગા થઈ ગયા હતાં. બધાં ને થતું હતું કે યાત્રા થશે કે નહીં? પણ આખરે સૌ
હિંમત કરી ને નીકળી જ ગયા. ગાડી નો સમય રાત્રીના સાડા અગિયાર વાગ્યાં નો હતો એટલે સૌએ સિકંદરાબાદ
સ્ટેશન પર સાડા દસ વાગ્યે ભેગાં થવાનું હતું. ગાડી પ્લેટફોર્મ પર સમયસર આવી તો ખરી પરંતુ ઉપડી
રાતનાં પોણા વાગ્યે! આ વખતે વરસાદ ને કારણે બારી
બંધ રાખવી પડી હતી. બહાર વરસાદ અને ટ્રેન માં પાણી નહીં!!! વોટ્સ એપ માં ઘણીવાર સૂચનાઓ આવતી હોય છે કે ટ્રેન માં કોઈ તકલીફ પડે તો આ નંબર પર
ફોન કરો. આપણે નંબર સંભાળી ને રાખ્યો હોય પણ આપણે મોબાઈલ બદલીએ
એટલે એવાં અગત્ય નંબરનાં
ગાયબ!!!
સવારે લગભગ સાડા છ એ
વિજયવાડા આવ્યું. અમારે વિજય વાડા નાં ગુજરાતી સમાજ માં ઉતારવાનું હતું. વિજય વાડા ગુજરાતી સમાજ નાં અધિકારી ધર્મેન્દ્ર ભાઈ એ અમારું ભાવભીનું
સ્વાગત કર્યું. સ્ટેશન પાસે
પોતાનાં દીકરા દીપક ને પોતાની કાર સાથે મોકલ્યો હતો. કેટલાંક વયસ્ક લોકો કાર માં બેઠાં હતાં. અન્ય સૌ
ચાલી ને આવી ગયાં. સ્ટેશન થી અઢી કિલોમીટર દૂર થાય.
વિજય વાડામાં ગુજરાતી સમાજે એક શાળા પણ બંધાવી છે. શાળા નાં એસી
ડાઇનિંગ હોલ માં અમારો ઉતારો હતો. પહેલાં સૌ માટે
ચા કોફી આવ્યાં. પછી અમારે માટે નાશ્તો આવ્યો. વિજય વાડા સ્પેશ્યલ ગરમાગરમ
ઈડલી અને આંધ્ર સ્પેશ્યલ
સાંભાર, અલ્લમ, ખોપરાની
ચટણી, ખારાપોડી ધી અને
સાથોસાથ ગરમાગરમ ઉપમા
પણ હતી. નાસ્તા પછી ક્રિશ્ના
નદી નાં ઘાટ પર જવાનું હતું.
ઘણાં ખરાઓ એ પવિત્ર શ્રાવણ અધિક માસ માં પવિત્ર પાવન નદી નાં ઘાટ પર
સ્નાન કર્યું. અસમર્થ લોકો એ
દર્શન કરી પવિત્ર જળ પોતાનાં પર રેડી ને આનંદ અને સંતોષ માન્યા હતાં. અમારી સાથે ધર્મેન્દ્ર ભાઈ નાં પત્ની મીના બેન દવે જોડાયાં. તેઓ અમારા ગાઈડ થયાં હતાં.
અમારી માટે છે સેવન સિટર ગાડી ઓ બુક કરવામાં આવી હતી. નદી નાં ઘાટ થઈ અમે સૌ વિજય વાડા નાં સુપ્રસિદ્ધ નરસિંહ મંદિર માં ગયાં. દ્રાવિડ શૈલીની બાંધણી નું મંદિર સરસ છે. સ્પેશ્યલ દર્શન કરવા માટે એમાં વિશેષ
રુપિયા ચાર્જ હોય છે. પરંતુ
અમે તો જનરલ દર્શન જ કર્યા હતાં. આ મંદિર માં ભગવાન ને મંદિર નાં પવિત્ર
જળ થી અસ્નાન કરાવવામાં આવે છે. સૌ દર્શનાર્થીઓ ભક્તજનો ને પ્રસાદ રુપે એ જળ આપવામાં આવે છે. હવે
વરસાદે પોરો ખાધો હતો. બધિ લિલોતરી એ વરસાદ થી
નાહી લીધું હતું. શહેર પણ સરસ ધોવાઈ ગયું હતું. મંદિર માંથી શહેર બહુજ સુંદર લાગતુંહતું. દર્શન કરી ને અમે સૌ ઉતારે આવી ગયાં હતાં. આવી ને સૌએ બપોર નું ભોજન કર્યું હતું. ગુજરાતી થાળી પ્રમાણે ગુલાબજાંબુ દાળ-ભાત શાક રોટલી સલાડ પાપડ અને છાશનું જમણ હતું. બપોરનાં ભોજન પછી સૌએ જરાક વિસામો ખાધો.
ભોજન પહેલાં કેટલાક લોકોએ અધિક માસ નું પૂજન અર્ચન કર્યું હતું. દીપદાન કર્યું હતું. બપોર નાં સાડા ત્રણ ચાર વાગ્યે ફરીથી સૌએ સેવન સિટર માં બેસી ને વિજય વાડા નાં દેવી શ્રી કનકદુર્ગા મંદિર માં જવાનું હતું. મંદિર માં અમે સૌએ સ્પેશ્યલ દર્શન ની ટિકિટ લઈ લીધી હતી. સેવન સિટર થઈ અમે સૌ સિટી બસ માં બેઠાં હતાં. પછી મંદિર આવ્યું હતું.
અમે સૌ મંદિર માં હતાં ત્યારે
શ્રાવણ નાં સરવરિયા કહેવાતો આછો પાતળો ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. નરસિંહ
મંદિર માં પણ વરસાદિયું વાતાવરણ હતું એ સારું હતું.
નહિતર ઉનાળામાં બપોરનાં સમયે બહુ જ આકરો તાપ લાગે. દશાવતાર માં નરસિંહ
અવતાર સૌથી ઉગ્ર સ્વરૂપ નાં છે. તેઓ ઘણા સમય સુધી પોતાના ઉગ્ર સ્વરૂપ માં રહ્યાં હતાં. એમને શાંત કરવા માટે
લક્ષ્મીજી ને હાજર કરવામાં આવ્યાં છતાં તેઓ ઉગ્ર સ્વરૂપ માં જ રહ્યાં હતાં. પછી
તેઓની સમક્ષ ભક્ત પ્રહ્લાદ
હાજર કરવામાં આવ્યાં એટલે ભગવાન શાંત થયાં. ભક્ત પ્રહ્લાદજી ને પોતાનાં ખોળામાં
બેસાડયાં હતાં. હજુ પણ ભગવાન નાં શરીર માં અગન અગન થતી હતી. નરસિંહ ભગવાન નાં નખો માં પણ અગન થતી હતી પછી તેઓએ ઔદુંમબર વૃક્ષ આપણી ભાષા માં એને ઉપરનું વૃક્ષ કહે છે. ઉમરા નાં
વૃક્ષ માં ઘણાં જ ઔષધિય ગુણો હોય છે. એટલે ઉમરા નાં વૃક્ષ ની સમિધા હવન માં વપરાય છે. જેથી કરીને હવન થી વાતાવરણ શુદ્ધ થાય છે.
કનક દુર્ગાનાં દર્શન કરીને બધી બહેનો ફરી ઉતારે આવી ગઈ. બધી બહેનો મળી ને એક બહેનો નો પ્રિય એવો એક
તંબોલો રમ્યાં. હવે રાત્રી ભોજન કરવાનું હતું. વ્રતધારીઓ માટે ફરાળ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન માં ખિચડી દહીં અને પુરી શાક હતાં. ફરાળ માં
સાબુદાણા ની ખિચડી દહીં, લવલી ચિપ્સ અને કેળાં હતાં.
રાત્રિભોજન પછી ઓટોઓ બોલાવવામાં આવી
સૌ સ્ટેશને પહોંચ્યા. યાત્રા દરમિયાન સૌ એક બીજા નું અને અન્ય સહયાત્રીઓ નું ખુબ જ ધ્યાન રાખતાં હતાં.
સૌને એકબીજા સાથે સારી આત્મિયતા થઈ ગઈ હતી. બંને મહિલા મંડળ ની બહેનો એ નક્કી કર્યુ કે ભવિષ્યમાં પણ આ રીતે સાથે સાથે ટુર માં જશું.
પ્રસ્તુત છે બ્રાહ્મણ બહેનો ની નામાવલી :-
કલ્પના બેન દવે,
વર્ષા બેન ડી. ભટ્ટ, ફાલ્ગુની બેન ભટ્ટ, દક્ષાબેન જોષી, નલીની બેન પંડયા આટલી કમિટિ બહેનો અને ભાવના
બેન પુરોહિત, જ્યોતિબેન
પુરોહિત, પ્રજ્ઞા બેન શર્મા તેમજ પન્ના બેન જોષી આટલી સામાન્ય બહેનો હતી.
પ્રસ્તુત છે શ્રી કચ્છ ક્ષત્રિય સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ મહિલા મંડળ ની
કમિટિ બહેનો ની નામાવલી :-
હર્ષા બેન સોલંકી, સંગીતા બેન સોલંકી, શીલા બેન ચૌહાણ, મનિષા બેન ખોડીયાર, મંજુ બેન સોલંકી,
રક્ષા બેન ટંક, વનિતા બેન ચાવડા અને ગીતા બેન ચાવડા અન્ય બહેનો સામાન્ય હતી.
બધી બહેનો માં સૌથી મોટી
ઉંમરનાં બહેન ભદ્રા બેન સરેયા હતાં. જેની ઉંમર ૭૬ ની છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૯/૭/૨૦૨૩.
11 thoughts on “શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા અધિક માસ પ્રસંગે તીર્થ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું”