ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.


તા.૦૮ જુલાઈ શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .’પુસ્તક પરિચય’માં પંડિતયુગના સાહિત્યસર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના પુસ્તક ‘સરસ્વતીચંદ્ર ભાગ-૧’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ના પુસ્તક ‘પૂર્વાલાપ’ વિશે સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીએ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો,વિદ્યાર્થીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
——–
શ્રી સતીશ વ્યાસ :
-કવિ ન્હાનાલાલે નોંધ્યું છે ‘ઇતિહાસ કહે છે સરસ્વતીચંદ્રનો પ્રવેશ એટલે ગુજરાતી સાહિત્યએ જગત સાહિત્યમાં પગ મૂક્યો’
-સરસ્વતીચન્દ્રના સંદર્ભે ગોવર્ધનની વાત કરીએતો ગોવર્ધનરામે માત્ર આપણી સંસ્કૃતિને નથી વાંચી પણ આખા વિશ્વને વાંચી બેઠા છે.
-સરસ્વતીચંદ્ર નવલકથામાં આવતા વર્ણનો એ સઘન વાંચવા જેવા છે
-પંદર પ્રકરણ સુધી નાયક સરસ્વતીચન્દ્રનું નામ છુપાઈ રાખવું એ ગોવર્ધનરામની કલા છે.
-નવલકથામાં આવતી પત્રશૈલી એ પણ વિશિષ્ટ શૈલી છે.

શ્રી હર્ષદ ત્રિવેદી :
-ગુજરાતી કવિતાનો અપૂર્વસૂર એટલે પૂર્વાલાપ
-‘કાન્ત’નો પ્રથમ અને એકમાત્ર કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’
-19મી સદીના ઉત્તરાધ અને 20મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી સાહિત્યને ‘કાન્ત’ની કવિતાઓ પ્રાપ્ત થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *