એક ખુમારી,એક ઔદાર્ય:વાઘેલા ભાગ્યશ્રીબા.
ગીર:નમણી ગીર,ગાંડી ગીર!સાવજોનું સામ્રાજ્ય,માલધારીઓના નિશ્છળ નેસ ને સમગ્ર ગીરના માયા અને મમત ભર્યા મનેખ!તેમાંના જ એક ઔદાર્યવાન માનવ મનના હીર પારખું મનેખ એટલે વિજયસિંહજી ગોહિલ.સરળ જીવન.ઘડીભર સાવજના મન ડોલાવી દે એવો ખડતલ દેહે જાણે નરકેસરી!પણ જેના નેહ,કુનેહ(આવડત) અને શગ સ્નેહ ભર્યા હ્રદય ને વતન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાનું પાણીકોઠા(વડાળા-ગીર).સામા મનેખને અમીના ઓડકાર અપાવતો બુલંદ અવાજ જાણે કૈંક મનેખના હૈયાને રાહત અપાવનાર હશે,એટલા જ માટે કે પોતે રાજકીય પ્રવક્તા તરીકે કાર્યરત છે.ખાસ તો ઓબીસી વિભાગના પોતે પ્રદેશ મહામંત્રી પણ ખરા!એ ગીરના છેક છેવાડાના કે જ્યાં પહોંચવા સુધી હૈયું ને હામ બંને જોઈએ.યુગોથી સમાજના એક વર્ગને આપણે જાણે પાછળ જ ધકેલી દીધો છે અને જાણે એમનું અસ્તિત્વ જ નથી.સામાન્ય માણસ કે પછાત અને સંજોગોવસાત અશિક્ષિત રહી ગયેલી પ્રજાને,એમના માનસપટ ને, એમની પીડા,વેદના કે સંવેદનાને સમજવા માટે માણસે કોઈ ઉચ્ચતમ ડિગ્રીઓ કે સર્ટિફિકેટ્સની જરૂર નથી હોતી.એના માટે તો બસ હેમ સરીખું હૈયું ને કૂણું કાળજું જોઈએ.પીડા હંમેશા પીડા જ હોય છે.પ્રાચીન કાળના મનુષ્યોની ને અર્વાચીન કાળના મનુષ્યોની અલગ નથી હોતી.બસ,એને સમજનાર કોઈ સેવાભાવી કે યોગ્ય પથ પર દોરનાર નેતાની જરૂર હોય છે.નેતા કે જે પોતાની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે.જેની કોઈ ભાષા નથી હોતી એ મૌનને તથા સંવેદનાને પણ તે ભાષા આપી જાણે છે.જે સાર્થકતા ગીરપંથકના મનેખને અપાવવામાં આપ શ્રેષ્ઠોત્તમ રીતે સફળ રહ્યા છો.આ બધું જ પ્રથમ સ્થાને પરંતુ આથીય પ્રથમ લેખું તો એક માનવ તરીકે આપ હંમેશા પોતાની સમગ્રતામાં જીવો છો,જેમ પ્રકૃતિ,જેમ ગીર વનરાઈ તેની સમગ્રતામાં વિલસે છે.ખંડથી સમગ્રતા તરફ એ સામાન્ય રીતે અધ્યયનની ભાષામાં કહી શકીએ પણ આ તો એ સમગ્રતા જેને કદી કોઈ ખંડ નથી.ટૂકડે ટૂકડે ય વળી શું મનેખ!!!!!મનેખ તો એ જ જે પોતાની સમગ્રતામાં શોભે.એક ઉત્તમ અને હ્રદયપૂર્ણ માણસ એક ઉત્તમ વક્તા તથા નેતા હોય જ એમાં શંકાને કોઈ સ્થાન નથી.પછી એમના કાર્યોની કે એમના કાર્યોના હિસાબોની સાબિતી,પૂરાવા કે પ્રમાણ નથી હોતા.જે આપનામાં પારદર્શી સ્વરુપે જ્ઞાત થઈ આવે છે.અને અંતે એક ભરોસાની મૂડી કે જેના પર પૃથ્વીની ધરી ટકેલી,જેના આધાર પર ધરતીના થર પથરાયેલા છે.પોતાના સંતાન સમાન પ્રજાના અંતરે ભરોસાની મૂડી રોપ્યા બાદ બીજું કશું કહેવા કે કરવાની જરૂર પણ શું હોય!?!!જેને આપ ઉત્તમ રીતે સેવી જાણ્યા છો,પિંછાણી જાણ્યા છો.પ્રજાને આપ સમાન સરળ વ્યક્તિત્વ પૂર્ણ માર્ગદર્શક તથા આ સંપૂર્ણ ધરતીને આપ સમાન નરપુંગવ(વીર પુરુષ) ના યુગો યુગો સુધી ખપ રહે.
વાઘેલા ભાગ્યશ્રીબા.
72849 20832.