નર્મદાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવાર જનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરતા જિલ્લા કલેક્ટર
દેશની આઝાદીમાં આપેલા યોગદાન બિરદાવ્યું અને પરિવાર જનોને ગૌરવશાળી ગણાવી શુભેચ્છાઓ પાઠવી:
આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ઉચિત સન્માન કરાયું
રાજપીપલા,તા3
ભારત દેશને સ્વતંત્ર કરવામાં આઝાદ કરવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવ અવસરે યોગ્ય સન્માન કરી ઉચિત ગરિમા આપવાની સાથે સ્વાતંત્રના હીરોને સન્માન કરવા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર દ્વારા તારીખ ૨૫/૦૬/૨૦૨૩ થી તા. ૦૫/૦૭/૨૦૨૩ સુધીમાં રાજ્યની વિકાસ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પરિવારજનોને સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના જિલ્લાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિભા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. અને તેમણે કરેલો સંઘર્ષ બહાદુરીને આજે યાદ કરી બિરદાવીએ છીએ, સાથે તેમના પરિવારજનો આજે અહિ ઉપસ્થિત છે તે પણ ભાગ્યશાળી છે. અને આપણા જિલ્લાનું ગૌરવ છે તેમને આ અવસરે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેમને સન્માન કરી વહીવટી તંત્ર દ્વારા કદર કરવામાં આવે છે.
સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોએ કલેક્ટર સાથેની સંવાદમાં જણાવ્યું કે ૧૯૪૨ની આઝાદીની ચળવળમાં આ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ૬ માસની જેલ વેઠી હતી. ગોરા જેલમાં જેલવાસ ભોગવી યાતના વેઠી હતી.
આ પસંગે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.હિરાભાઈ છગનભાઈ પટેલ, સ્વ.ડાહ્યાભાઈ ગરબડભાઈ પટેલ, સ્વ.મોતીભાઈ ત્રિભોવનભાઈ પટેલ, સ્વ.ડાહ્યાભાઈ ગોકળભાઈ પટેલ સ્વ.અંટોલભાઇ નાથાભાઈ પટેલના, પરિવારજનોમાં પવિણભાઈ ડાહ્યાભાઈ પટેલ, ચંદનબેન મોતીભાઇ પટેલ, જગદીશભાઇ શીવલાલભાઈ પટેલ જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલના પરિવારજનોએ સન્માનનો સ્વીકાર કરી ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા