એચ.એ.કોલેજને રાષ્ટ્રની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં પસંદગી થઇ.


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો રાષ્ટ્રના અગ્રણી ત્રણ મેગેઝીનો ‘’ઇન્ડિયા ટુડે’’ , ‘’ધી વીક’’ , અને ‘’આઉટલુક’’ ના રાષ્ટ્રીય સર્વેમાં ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં પસંદગી થઇ છે. એચ.એ.કોલેજ છેલ્લા આઠ વર્ષથી આ અસાધારણ સિધ્ધી મેળવી રહી છે . આ સર્વેમાં કોલેજનું પરિણામ, એકેડેમીક એકસલન્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અવેરનેશના પ્રોગ્રામ,સ્કોલરશીપ, સ્પોર્ટ્સ એકટીવીટીઝ , કોલેજની સિધ્ધિઓ , લિડરશીપ વિગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે . કોલેજના પ્રિન્સીપાલ, સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે કોલેજના સંચાલનમાં જીએલએસસ મેનેજમેન્ટનો સહકાર તથા એક્ટીવ ઇન્વોલ્વમેન્ટથી સંસ્થા સતત પ્રગતી કરી રહી છે . પ્રથમ વર્ષના એડમીશનમાં ૮૦% નું કટઓફ કોલેજની સિધ્ધી સમાન છે. કોલેજમાં અધ્યાપકો ધ્વારા ચાલતી એચ.એ.ગાંધીઅન સોસાયટી , સરદાર પટેલ વિચાર મંચ,સ્ટડી સર્કલ , એન.એસ.એસ., પ્લેસમેંટ તથા એન.સી.સી જેવી ચાલતી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા ૬૮ વર્ષથી ચાલતા આ શીક્ષણરૂપી યજ્ઞમાં પૂર્વ આચાર્યો , પૂર્વ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો પણ સહકાર રહેલો છે. આ મેળવેલ સિધ્ધી બદલ વિદ્યાર્થીઓ ધ્વારા સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *