વેડિંગ ઇન્ડિયા નાં કોન્સેપટ બાદ હવે વિદેશોમાં લખલૂંટ થતા વેડિંગ ઇવેન્ટ પર હવે બ્રેક વાગશે

લેખક:દીપક જગતાપ

દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન હવે નર્મદાનાં એકનગરી ટેન્ટસીટીમાં આકાર પામ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વેડિંગ ઇન્ડિયાનાં સ્વપ્ન એકતા
નગર ટેન્ટ સીટી માં સાકાર થઈ રહ્યું છે

વેડિંગ ઇન્ડિયા નાં કોન્સેપટ બાદ હવે વિદેશોમાં લખલૂંટ થતા વેડિંગ ઇવેન્ટ પર હવે બ્રેક વાગશે

વિશ્વનાં પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે તે જ સ્થળે બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન પણ હવે એકતાનગર જ

મીની કાશ્મીર સમા પ્રદુષણ મુક્ત, શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક સ્થળ એકતાનગર બન્યું બેસ્ટ વેડિંગ ડેસ્ટી નેશન

દેશભર માંથી અને વિદેશો માંથી એનઆર આઈ અહીં લગ્ન કરવા ઉમટી રહ્યાં છે

રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ સાથેભારતીય કલ્ચરને ધ્યાને રાખતા હલ્દી, સંગીત કાર્યક્રમ માં ડાન્સ ડીનર ની સુંદર વ્યવસ્થા

અહીં મેરેજ માટે જુદા જુદા આકર્ષક સેટ ઉભા કરવામાં આવ્યાછે.

~~~~~~~~~~~~~~~~~

હાલ મેરેજ સીઝન નો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે દેશભરમાં વિદેશો માં લખલૂંટ ખર્ચે મોટા મોટા લગ્ન પ્રસંગો, ઇવેન્ટ યોજાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વેડિંગ ઈંડિયાનું સ્વપ્ન નર્મદાનાં એકતા નગરમાં ટેન્ટ સીટી ખાતે સાકાર કરવામાં આવ્યું છે. આજકાલ દેશ વિદેશોમાં
લખલૂંટ ખર્ચે મોટા મોટા વેડિંગ ઇવેન્ટ, ભપકાદાર લગ્ન સમારંભો યોજાતા હોય છે.તેમાં ખર્ચ પણ ખૂબ મોટો થતો હોય છે પણ લોકોને હવે શાંત, રમણીય પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ પડે છે. જ્યાં રહેવાની, જમવાની અને મહેમાનગતિ માણવાની સુંદર જગ્યા મળી શકે, જ્યાં નવદંપતી, જીવનસાથીને પોતાનું મન પસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશ મળી શકે એવું સ્થળ પરિવારજનો અને સગાવહાલાઓ પણ ઈચ્છતા હોય છે. આવું જ એક શાંત, સુંદર, નૈસર્ગીક રમણીય સ્થળ પ્રવાસીઓ ને મળી ગયું છે. અને તે છે ગુજરાતનું એકતાનગર. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સીટી છે. આ ટેન્ટ સીટી- 2 ખાતે બેસ્ટ વેડિંગસેરીમની કાર્યક્રમની પહેલી વાર શરૂઆત થઈ ચુકી છે. જ્યા ઉનાળા પહેલાં લગ્ન સીઝન શરૂ થતા ટેન્ટ સીટી એકતા નગર ખાતે વેડિંગ સેરીમની કાર્યક્રમો ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. દેશભરમાથી અને વિદેશમાંથી પણ લગ્ન કરવા ટેન્ટસીટીમાં એડવાન્સ બુકીંગ કરાવતા હાઉસ્ફૂલના પાટિયા ઝૂલવાં લાગ્યા છે.

અહીં હમણાં જ ટેન્ટ સીટી 2 ખાતે એક મોટો વેડિંગ ઇવેન્ટ યોજાઈ ગયો.જેમાં હલ્દી, સંગીતથી માંડીને ભવ્ય લગ્ન સમારંભ વાજતે ગાજતે ડાન્સ ડીનર સાથે ભવ્ય રીતે યોજાતા ઇવેન્ટની સફળતા બાદ મેનેજર ગુરૂપ્રભજીત સીંઘ સંધુએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વેડિંગ ઇન્ડિયાનાં સ્વપ્નને અમે અહીં ટેન્ટ સીટી ખાતે સાકાર કરી ને દેશના સૌથી મોટા અને બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન અમે અહીં બનાવ્યું છે. જેમાં અમને ખૂબ મોટી સફળતા મળી છે.અમે અહીનાં આજુબાજુ નાં તમામ સાઈટ સીનને. પણ આવરી લીધા છે.અહીં આવ્યા પછી જાનૈયાઓને ઘર જેવો માહોલ લાગે એવા સેટ અપ ઉભા કરાયા છે.અહીં 200 ફેમિલી આરામથી રહી શકે એવી સુંદર રહેવા જમવા ની ઉત્તમ સુવિધા અમે ઉભી કરી છે.અહીં બ્રાન્ચ વેડિંગ, એનરી વેડિંગ વધારે થાય છે. અહીં મેરેજ માટે મન પસંદ સેટ લગાડી આપવામાં આવે છે. અહીં મેરેજ માટે જુદા જુદા આકર્ષક સેટ ઉભા કરવામાં આવ્યાછે. હું ખૂબ ગૌરવ પૂર્વક કહી શકું કે દેશ અને દુનિયામાં આનાથી મોટો વેડિંગ ઇવેન્ટ બીજે ક્યાંય જોવા નહીં મળે.એનું મુખ્ય કારણ છે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે. જેને જોવા દેશ અને દુનિયામાથી પ્રવાસી વિક્રમ જનક સંખ્યામાં આવી રહ્યાં છે.ત્યારે સાથે સાથે હવે લોકો આવી પવિત્ર જગ્યા નર્મદા કિનારે આવેલ સ્ટૅચ્યું ઓફ યુનિટીનાં સાનિધ્યમાં હવે બેસ્ટ વેડિંગ સેરીમની પણ અહીં જ ટેન્ટસિટીમાં યોજાવાનુ શરૂ થતા લગ્નોનાં આયોજન બુકીંગ માટે માટે અહીં પડાપડી થવા લાગી છે.

અહીંયા ટેન્ટમાં વિઆઈપી માટે રહેવાની ઉત્તમ સુવિધાઓ, અન્ય આકર્ષણો,મોટા ડાયનીંગ હોલમાં એકી સાથે 500થી વધુ લોકો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરી શકે એવી ઉત્તમ પ્રકારની એક થી એક ચઢીયાતી વિવિધ વાનગીઓ, વ્યંજનોનાં રસથાળ સાથેનાં ભાવતા ભોજનનો સ્વાદ અહીં એક જ જગ્યાએ મળી રહ્યો છે. અહીં લકઝરી ફાઈવ સ્ટાર હોટલ ની સુવિધાઓ મળે છે. મલ્ટીફૂડનો આનંદ મળે છે.

મેનેજર ગુરૂપ્રભજીત સીંઘ સંધુ ખુદ જાતે આ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરીને
અંગત રસ લઈને લોકોની પસંદગી ને ખાસ ધ્યાને રાખીને વેડિંગ ઇવેન્ટ યોજી રહ્યાં છે.ખાસ કરીને અમે અહીં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરીએ છે જુદા જુદા પ્રદેશની સંસ્કૃતિનો ખ્યાલ રાખીને આયોજન કરીએ છીએ.ભારતીય સંસ્કૃતિ અને એમના રીતિ રિવાજ પ્રમાણે વેડિંગ ઇવેન્ટનું આયોજન થાય છે. જે લોકોને ખૂબ પસંદ આવે છે.,અહીં ખાસ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ ક્લાસ સંગીત સમારોહ,ડાન્સ ડીનર સાથે આધુનિક ડિજિટલ સ્ક્રીન સાથે કોમ્પ્યુટરાઇઝ નામ,તસવીર સાથે ને દુલ્હા દુલહન માટે સજાવેલ ખાસ અલગ પ્રકારના સેટ્સ લગાવવામાં આવે છે. જેનાથી લગ્ન સમારંભમાં હાજરી આપનાર માટે અહીંનું વેડિંગ ડેસ્ટીનેશન લોકો માટે અવિસ્મરણીય, યાદગાર બની જાય છે.જેમાં ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ સંગીત પીરસવામાં આવ્યું છે.અહીં ખાસ મોટા કોરિયોગ્રાફર દ્વારા ડિજિટલ સ્ક્રીન પર ડિઝાઇન કરેલા કલ્ચર પ્રમાણે ડાન્સ સંગીત પીરસાવામાં આવે છે. જેમાં પ્રોફેસનલ ઉપરાંત પરિવાર જનો સાથે મળી ને ડાન્સ કરીને જાનૈયાઓ ઝૂમી ઉઠે છે.
અહીં મહેમાનોને લગ્ન સમારંભનો આનંદ માણવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લ્હાવો પણ મળે છે. સાંજે નર્મદા આરતીમાં ભાગ લેવાની ઉત્તમ તક પણ મળે છે.દુલ્હા દુલહનને નર્મદા માતાનાં આશીર્વાદ પણ મળે છે.સાથે સાથે મીની કાશ્મીર તરીકે ઓળખાતા અહીંના પ્રાકૃતિક સૌંદર્ય અદભુત નજારો માણવાનો લ્હાવો પણ મળે છે.અહીં પ્રદુષણમુક્ત સૌંદર્યથી છલોછલ પ્રાકૃતિક સૌંદર્ય સાથે શુદ્ધ તાજી હવા મળી રહે એવી શાંત સુંદર રમણીય જગ્યા પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

એ ઉપરાંત આ વિસ્તારને ઇકો સિસ્ટમ ઝોન સાથે સંકળવામાં આવ્યું છે.એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સીઇઓ અમિત અરોરા પણ વડાપ્રધાનનાં વેડિંગ ઇન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરવા એમની દેખરેખ હેઠળ વેડિંગને પ્રમોટ કરવા માટે ફ્રી બસ સેવા ફ્રી પીકપ આપી રહ્યાં છે.આ સુવિધા લોકોને પસંદ આવી રહી છે.આ બધી સુવિધાઓ થી આકર્ષાઈને વેડિંગ સેરીમની માટે લાઈન લાગી રહી છે.આયોજકો પાસે એડવાન્સ હાઉસ ફૂલ મેરેજ પ્રોગ્રામ એન્ગેજ થઈ ગયા હોવાથી નવી તારીખો મળવી મુશ્કેલી થઈ પડી છે.હાલ ચંદીગઢ,પંજાબ,હૈદરાબાદથી મારવાડી સમાજનાં લોકો રાજસ્થાનથી લોકો આવી રહ્યાં છે.અહીં ગુજરાતથી આવનારા જૈન સમાજનાં લોકો વધારે આવે છે. ભારત ભરમાંથી મુંબઈ, પુના થી અને વિદેશોમાંથી મેરેજ માટે હવે ટેન્ટસીટીમાં આવી રહ્યાં છે.ફ્રાન્સ ચાઇનાથી પણ ભારતવાસીઓ પોતાના લગ્ન સમારંભને યાદગાર બનાવવા આવતા હોઈ ટેન્ટ સીટી બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન બની ગયું છે.લોકો કહી રહ્યાં છે કે હવે વિદેશ માં મેરેજ કરવાની કોઇ જરૂર નથી ભારતમાં જ ઓછા ખર્ચમાં બેસ્ટ વેડિંગ ઇવેન્ટ થતા હોય તો બહાર જવાની શી જરૂર? હવે વિદેશી ઓજ ભારતમાં આવી રહ્યાં છે.ત્યારે વડાપ્રધાનનો વેડિંગ ઇન્ડિયા કન્સેપટ હવે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે.એકતાનગરનું ટેન્ટ સીટી હવે સાચા અર્થમાં લોક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.