એક અધિકારી ધારે તો શું ન કરી શકે?

રાજપીપલા નાયબ કાર્યપાલક ઇજનેર અધિકારી હેમંત ભાઈ વસાવાની અનોખી શિક્ષણ સેવા

એક અધિકારી ધારે તો શું ન કરી શકે?

નર્મદાના ઊંડાણના ગ્રામ્ય વિસ્તારના ધોરણ 10,12 ના આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું આવે તે માટે એક સર્વે કર્યો.

અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓ માટે એસાઈમેન્ટ(સ્વાધ્યાય પ્રશ્ન પત્રો )તૈયાર કરાવ્યા

ધૂળિયા ગામડા ખૂંદી ગામેગામ ની શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરી
પ્રશ્ન પત્રો તૈયાર કરાવ્યા

4 વર્ષમાં નર્મદા જિલ્લાં ના ધોરણ 10,12ના પરિણામમાં 30% જેટલો નોંધપાત્ર પરિણામ માં વધારો થયો

(દીપક જગતાપ)

રાજપીપલા,તા 28

નર્મદાજિલ્લાના રાજપીપળા ખાતે આવેલ માર્ગ મકાન વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર હેમંત ભાઈ વસાવા એક અધિકારી તરીકે તો કાર્યક્ષમ અને સારા અધિકારી તો છે જ પણ માનવતા ની દ્રષ્ટિએ માનવતા વાદી સેવાભાવી અને શિક્ષણ પ્રેમીહેમંત ભાઈની ગરીબ આદિવાસી ઓ પ્રત્યે ની શિક્ષણ સેવા અનોખી છે

એ માટે એમણે 2021થી છેલ્લાં 4 વર્ષથી નર્મદાના શિક્ષણ થકી સેવાનો અનોખો યજ્ઞ હેમન્ત ભાઈએ શરૂ કર્યો છે. હેમંત ભાઈ વસાવાના જણાવ્યા અનુસાર નર્મદાના ઊંડાણના ગ્રામ્ય વિસ્તારના ધોરણ 10,12 ના વિદ્યાર્થીઓ નું પરિણામ ઉંચું આવે તે માટે એક સર્વે કર્યો. મોટા શહેરોમાં જે પ્રકારનું એસાઈમેન્ટ મટીરીયલ વહેચવામાં આવે છે એસાઇમેન્ટ તે તૈયાર કરાવી અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓ માટે એસાઈમેન્ટ. (સ્વાધ્યાય પ્રશ્ન પત્રો ) જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવા 7 વિષયો ના દરેક વિષયના પાંચ પ્રશ્ન પત્રોના સ્વાધ્યાય પ્રશ્નપત્રોનું મટીરીયલ જે મોટા શહેરો માં વિદ્યાર્થીઓમાટે શાળા સંચાલકો પ્રકાશિત કરી વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્ન પત્રોનું સોલ્યુશન કરી માર્ગદર્શન આપે છે તેવા 2500 જેટલા સ્વાધ્યાય પ્રશ્ન પત્રો મંગાવી નર્મદા ગ્રામ્ય વિસ્તાર નાઊંડાણ ના અંતરિયાળ વિસ્તાર ના ધૂળિયા ગામડા ખૂંદી દરેક શાળાઓ માં જઈ આચાર્ય નો સંપર્ક સાધી તમામ વિદ્યાર્થીઓને વિના મુલ્યે વિતરણ કર્યું. ડેડીયાપાડા ના ઊંડાણ ના ગામો જેવાકે માલસામોટ, ડુમખલ, જાવલી, કોલવણ, પાટ જેવા ગામોમાં જઈ વિતરણ કર્યું. એ માટે ચાર પાચ યુવાનોની ટીમ બનાવી ગરીબ આદિવાસી વિદ્યાર્થી ઓ સુધી ધોરણ 10 12નું મહત્વ નું પરીક્ષા લક્ષી સ્વાધ્યાય પ્રશ્ન પત્રો પહોંચાડી તેમની પાસેથી સોલ્યુસન કરાવી દરેક વિષય ના પાંચ પાંચ પ્રશ્ન પત્રો સોલ્વ કરાવ્યા. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓઉપરાંત ધોરણ 12ના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે પણ આજ પ્રકાર નું સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરી પ્રશ્નપત્રોનું સોલ્યુશન પ્રેક્ટિસ કરાવી એનાથી વિદ્યાર્થીઓનું વ્યક્તિ ગત પરિણામ તો સુધર્યું જ.જેના કારણે વિદ્યાર્થીઓ ની પ્રેક્ટિસ વધી. એક મોટો આત્મવિશ્વાસ પણઆવ્યો
સાથે સાથે વિદ્યાર્થીઓના હસ્તાક્ષર પણ સુધર્યાં.
સાથે સાથે શાળાનું, અને જિલ્લાં ના પરિણામમાં નોંધપાત્ર વધારો પણ થયો.

2021થી 2025 સુધીમાં છેલ્લા 4 વર્ષમાં ધોરણ 10,12ના પરિણામમાં 30 % નો નોંધપાત્ર વધારો થયો. આ પરિણામથી આચાર્ય અને શિક્ષકો પણ ખુશ થયા.આજે સુંદર પરિણામ લાવવામાં પોતાના શિક્ષણ સેવા અભિગમના નવતર પ્રયોગ ની સફળતાથી હેમંતભાઈ પોતે પણ ખુશ છે અને શિક્ષણ સેવાનો આ યજ્ઞ આગળ પણ ચાલુ રાખવાનો નિર્ધાર હેમંતભાઈએ કર્યો છે.

ત્યારે હેમંત વસાવા એક આદિવાસી અધિકારી થઈને પોતાના સમાજ ના વિદ્યાર્થી ઓ આગળ આવે તે માટે આવાં બીજા અનેક હેમંત ભાઈ જેવા માનવતા વાદી અધિકારીઓ આગળ આવે તો સમાજ સાચા અર્થમાં ચોક્કસ પ્રગતિ કરી શકે.
આજે નર્મદાના હેમંતભાઈ વસાવા અન્ય અધિકારીઓ અને અન્ય સમાજ માટે પણ પ્રેરણા સ્ત્રો ત બન્યા છે. શિક્ષણ સેવા યજ્ઞ માં નિશ્વાર્થ ભાવે ખિસકોલી કર્મ કરવા માટે પણ હેમંત ભાઈ ચોક્કસ અભિનંદન ના અધિકારી બને છે. એકલો અધિકારી ધારે તો પોતાના સમાજ માટે શું ન કરી શકે એ હેમંત ભાઈ વસાવા એ સાબિત કરી આપ્યું છે.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા

 

,