શિંગોડા હૃદયના આકાર જેવા હોય છે અને તેને બે શિંગડા હોય છે. પરંતુ તેના અનોખા આકારની જેમ, તેના ફાયદા પણ અસંખ્ય છે. તે પાણીમાં થાય છે. આ એક મોસમી ફળ છે અને તેમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે
ઠંડીની સિઝનમાં રાજસ્થાનના ભરતપુરની બજારોમાં શિંગોડાની ખૂબ જ આવક થાય છે.ઠંડીની ઋતુમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને બજારમાં પણ તેની આવકમાં વધારો થાય છે. જણાવી દઈએ કે, શિંગોડા પાણીમાં સૌથી વધારે ઉગે છે. જેનાથી હવે તેની ખેતીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ફળ સ્વાસ્થ્ય લાભ માટે પણ ઓળખાય છે. તેનાથી સ્થાનિક ખેડૂતો પણ સારો એવો નફો કમાઈ રહ્યા છે. શહેરી લોકોને પણ સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફળનો આનંદ લેવાનો અવસર મળી રહ્યો છે.
આ વિચિત્ર આકારના ફળના ખેતર પણ અજીબ હોય છે. જે ત્રણથી પાંચ ફૂટ પાણીથી ભરાયેલી જમીનમાં ઉગે છે. આ ખેતરમાં પાણી ભરાતા તેમાં શિંગોડાની ખેતી થાય છે. પાણીથી ભરેલા ખેતરોમાં ખેડૂતો દ્વારા વહેલી સવારે ઉઠીને તેને તોડવામાં આવે છે, પછી તેને બજારોમાં વેચવામાં આવે છે.
શિંગોડાના કેટલાય પ્રકારના ફાયદા છે, જેને કાચા પણ ખાવામાં આવે છે અને પાક્યા બાદ તેનું અથાણું પણ બનાવવામાં આવે છે. પાક્યા બાદ તેને સૂકવીને તેના છોતરા ઉતારીને પીસીને તેના લોટનો હલવો, પકોડા, પુરી અને અન્ય વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.
શિંગોડા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, તેને એક રામબાણ તરીકે જોવામાં આવે છે. શિંગોડા ખાવાથી શરીરમાં મિનરલ્સની કમી પૂરી થાય છે. કારણ કે તેમાં ઘણા ખનિજ હોય છે. પોટેશિયમ તેમાં વધારે હોય છે. જે શરીર માટે જરૂરી છે.
શિંગોડા ખાવાથી થતા ફાયદા-
ગેસ અને અપચોથી રાહત – શિંગોડામાં હાજર કુદરતી ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતની સમસ્યા ઘટાડે છે.પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડા ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
તે ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
નબળાઈ અને થાક દૂર કરે છે: કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન B6 જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી, તે શારીરિક નબળાઈ અને થાક દૂર કરે છે.
થાઈરોઈડમાં ફાયદાકારક – શિંગોડામાં હાજર આયોડિન, મેંગેનીઝ જેવા મિનરલ્સ થાઈરોઈડ અને ગોઈટરના રોગોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે બ્લડ પ્રેશર અને સ્થૂળતા ઘટાડવામાં ફાયદાકારક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: તેમાં રહેલું વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
કમળાના રોગમાં રાહત -કમળાના રોગમાં શરીરમાં પિત્તદોષ વધે છે. શિંગોડામાં શામક ગુણ હોય છે, જે ખૂબ જ ફાયદાકારક છે.
હૃદય સ્વાસ્થ્ય: પોટેશિયમથી ભરપૂર હોવાથી, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને સ્વસ્થ હૃદય રાખવામાં મદદ કરે છે.
બવાસીર: જે લોકોને બવાસીરની સમસ્યા છે શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે. બવાસીરની સમસ્યા થવા પર કાચા શિંગોડા નિયમિત ખાવાથી પરેશાની દૂર થશે. કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.
બળતરા: શિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. એનાથી દુખાવામાં આરામ મળે છે.
ઇન્ફેક્શન: ગળામાં ઇન્ફેક્શન થવા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક: પાણીના શિંગોડા ત્વચાને ચમકદાર બનાવે છે અને તેમાં હાજર પ્રોટીન, આયર્ન અને વિટામિન્સ વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે. એના સેવનથી આંખોની રોશની વધે છે.
માંસપેશિઓ: જો માંસપેશિઓ નબળી છે અથવા વીકનેસ છે તો શિંગોડા ખાવ. શિંગોડા પિત્ત અને ખફનો નાશ કરે છે.
નસકોરી: નસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.
અસ્થમા: અસ્થમાના રોગિઓ માટે શિંગોડા ઘણા ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે.
મહિલાઓ માટે ફાયદાકારક -સગર્ભાવસ્થા દરમિયાન શિંગોડા ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. શિંગોડા ગર્ભપાતનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય પીરિયડ્સની સમસ્યા પણ દૂર થાય છે. જે મહિલાઓનું ગર્ભાશય નબળું હોય છે તે નિયમિત કાચા શિંગોડા ખાય તો એનાથી ફાયદા થાય છે.
ઉર્જા પૂરી પાડે છે: શિંગોડામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ ધીમે ધીમે ઉર્જા મુક્ત કરે છે, જેનાથી તમે કોઈપણ પ્રકારના સંકોચ વિના સક્રિય અનુભવો છો.
શરીરને ઠંડુ રાખે છે: શિંગોડામાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી, પાણી શરીરને ઠંડુ પાડે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે: શિંગોડામાં રહેલું ફાઇબરનું પ્રમાણ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે ભૂખ ઓછી કરે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે.
પ્રજનનક્ષમતા સુધારે છે: કેટલાક અભ્યાસો અનુસાર, તે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતામાં સુધારો કરી શકે છે.
તેમાં ઘણું પાણી છે. શિંગોડામાં લગભગ 74 ટકા પાણી હોય છે. આ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરને કાર્ય કરવામાં મદદ કરે છે.
કેલ્શિયમની ઉણપ-શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો પણ શિંગોડા નું સેવન કરવું જોઈએ. આનાથી કેલ્શિયમનું સ્તર સુધરે છે.
તેનું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
શિંગોડા મીઠું નાખીને બાફેલા કે શેકેલા ખાવા સૌથી વધુ ફાયદાકારક છે. તળેલા શિંગોડા ટાળો, કારણ કે તે વધુ પડતા તેલને કારણે નુકસાનકારક હોઈ શકે છે. કાચા શિંગોડા ખાતા પહેલા, તેને સારી રીતે ધોઈ લો.
જ્યારે શિંગોડાની સિઝન ન હોય ત્યારે પણ તેનો લોટ હલવો વગેરે બનાવવામાં વપરાય છે
ડાયાબિટીસના દર્દીઓએ શિંગોડા મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ, કારણ કે તેમાં કુદરતી શર્કરા હોય છે. જે લોકોને નટ્સ અથવા બીજથી એલર્જી હોય છે તેમણે શિંગોડા ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
થાઇરોઇડ, કિડની અથવા હોર્મોનલ સમસ્યાઓથી પીડાતા લોકોએ પણ તબીબી સલાહ પછી જ શિંગોડાનુ સેવન કરવું જોઈએ.- સ્વપ્નીલ આચાર્ય
(લેખક,આર્ટ ક્યુરેટર, સંપાદક)