રાજપીપલા એરપોર્ટના નામે પ્રજાને લોલીપૉપ

રાજપીપલા એરપોર્ટ ના નામે પ્રજાને લોલીપૉપ

વર્ષો જૂની રાજપીપલાને એરપોર્ટ આપવાની માંગ પર પાણી ફરી વળ્યું

નર્મદામાં એરપોર્ટ રાજપીપલા થી તિલકવાડા જતું રહેતા રાજપીપલા વાસીઓમાં રોષ

કેવડિયા SOU થી ૧૨
ક્લિોમીટર દૂર તિલકવાડાના ફેરકુવા, ભાદરવા અનેસોરવા ગામની જમીન એરપોર્ટ બનાવવા પસંદ કરાઈ

રાજપીપલા વેપારી મથક અને જિલ્લાનું વડું મથક હોઈ રાજપીપલા માં એરપોર્ટ બને તો રાજપીપલા સહીત જિલ્લાનો વધુ સારો વિકાસ થઈ શકે

કેવડિયા ખાતે સી પ્લેન સેવા પણ બંધ થઈ ગઈ. તે પુનઃ ચાલુ કરવાની માંગ

રાજપીપલા, તા.10


રાજપીપલાને એરપોર્ટ બનાવવાની વર્ષો જૂની
માંગ પર પાણી ફરી વળ્યુંછે.રાજપીપલામા એરપોર્ટ બનાવવાની જોર શોરથી જાહેરાત થયા પછી એરપોર્ટ રાજપીપલાથી તિલકવાડા જતું રહેતા રાજપીપલા વાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનેલ વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કેવડિયા આવવા માટે
દેશના મોટા શહેરોને રેલમાર્ગથી જોડવામાં આવ્યાં છે તથા લોકો ખાનગી વાહનો મારફતે પણઆવે છે ત્યારે હવે હવાઈ માર્ગે જોડવાનો પણ પ્રયાસ શરૂ થયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી-પ્લેન બાદ હવે ૩૦૦૦ મીટરના રન-વે સાથે
બોઇંગ સહિતના
મોટા વિમાનો ઉતરાણ કરી શકે
તે પ્રકારનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. જે કેવડિયા SOU થી ૧૨ક્લિોમીટર દૂર તિલકવાડાના ફેરકુવા, ભાદરવા અનેસોરવા ગામની જમીન એરપોર્ટ બનાવવા પસંદ કરાઈછે.

કેવડિયા SOU થી ૧૨
ક્લિોમીટર દૂર તિલકવાડાના ફેરકુવા, ભાદરવા અનેસોરવા ગામની જમીન એરપોર્ટ બનાવવા પસંદ કરાઈ
છે. જેમાં ૩૦૦૦ મીટરના રન-વે સાથે એરપોર્ટ
વિકસાવવાનું આયોજન છે.

આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પંકજ શાહે જણાવ્યું હતું કે
રાજપીપલા મા રજવાડા સમયનું એરોડ્રામ બનાવેલું હતું.પંડિત જવાહરલાલ નહેરુ નવાગામ ખાતે નર્મદા ડેમના ખાતમુહૂર્ત કરવા આવેલા ત્યારે આજ એરપોર્ટ પર ત્રણ નાના પ્લેન ઉતરેલા.ત્યાર પછી રાજપીપલા મા એરસ્ટ્રીપ બનાવવા મન્જુરી આપેલી.લોકોને આશા હતી કે રાજપીપલાને પણ એરપોર્ટ મળશે જો રાજપીપલા મા એરપોર્ટ બને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત રાજપીપલાનો વેપાર ઉદ્યોગ નો વિકાસ થાય રાજપીપલા ને એરપોર્ટ મળે એવી જનતાની માંગ છે

રાજપીપલા ના વેપારી અગ્રણી રમણીસિંહ રાઠોડ઼ે જણાવ્યું હતું કે રાજપીપલા મા જૂનું એરોડ્રામહતું. એ માટે જમીન પણ છે.સાફ સફાઈ પણ થઈછે.એના માટે બાય પાસ રોડ બનાવવાનું કામ પણ ચાલુ છે.હવે તિલકવાડા એરપોર્ટ લઈ જાય એનો વાંધો નથી પણ એરોડ્રામ બનાવવાની વાત રાજપીપલાની હતી. ખરેખર
રાજપીપલામાએરપોર્ટ થાય તો રાજપીપલા નો વિકાસ ચોક્કસ થાય એમ છે.

જયારે રાજપીપલા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટે જણાવ્યું કે રાજપીપલાને સરકાર દ્વારા એરસ્ટ્રીપ બનાવવાની માત્ર લોલીપોપ જ આપવામાં આવી છે.એરોડ્રામ બનાવવા અંગે જોર શોરથી જાહેરાત થઈહતી અને પછી છેલ્લે તિલકવાડા લઇ જવાઈ એનાથી પ્રજા નારાજ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સી પ્લેન ચાલુ કરવામાં આવેલ તે પણ બંધ થઈ ગઈ છેરાજપીપલા નો વિકાસ રૂંધાઈ રહ્યો છે.જિલ્લા ના વડા મથક રાજપીપલાને એરપોર્ટ મળવું જોઈએ.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
……………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *