સોમવીર કદયાન VPL સીઝન 6 માં રાજપીપલા કિંગ્સ ના સહ-માલિક બન્યા
રાજપીપલા, તા 3
વેલિયન્ટ પ્રીમિયર લીગ (VPL) માટે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ઉદ્યોગસાહસિક સોમવીર કદયાન ને સીઝન 6 માટે રાજપીપલા ટીમના સહ-માલિક બન્યા છે. આ પ્રતિષ્ઠિત લીગ, જે તેની શરૂઆતથી જ ગુજરાતમાં મુખ્ય રહી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં ગ્રામીણ ક્રિકેટરોને સપોર્ટ આપી એક મંચ પ્રદાન કરવાનો છે.
રાજપીપલા કિંગ્સ માટે એક નવો અધ્યાય-રાજપીપલા કિંગ્સ ટીમ VPL સીઝન 6 માં ભાગ લેનારી પાંચ ટીમોમાંથી એક હશે, અને સોમવીર કદયાન ની સહ-માલિક તરીકે ટીમમાં એક નવો દ્રષ્ટિકોણ લાવવાની અપેક્ષા છે. સહ-માલિક તરીકે, સોમવીર કદયાન ટીમની વ્યૂહરચના ઘડવામાં અને રાજપીપલા અને ગ્રામીણ ગુજરાતના ક્રિકેટરોના વિકાસને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સોમવીર કદયાન એક ગતિશીલ ઉદ્યોગસાહસિક છે અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે તેઓ ટ્રેકફાસ્ટ ના મેનેજિંગ ડાયરેકટર છે. તેઓ તેમના ભવિષ્યલક્ષી અભિગમ માટે જાણીતા છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા