નર્મદા જિલ્લા બીજેપી દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્નેહ મિલન સંમેલનોનું આયોજન
રાજપીપલા:27
નર્મદા જિલ્લાની દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ એક “સ્નેહ મિલન સંમેલન” યોજવાનું આયોજન નર્મદા બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લોકજાગૃતિ અને માર્ગદર્શન પૂરું પાડવાનું છે.

કાર્યક્રમ દરમિયાન સાંસદ ,ધારાસભ્ય ,સ્થાનિક પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે, જેથી ગ્રામય સ્તરે આત્મનિર્ભરતા તરફ વલણ વિકસે અને લોકોએ સરકારની યોજનાઓનો પૂરતો લાભ લઈ શકે.
આ અભિયાન હેઠળ જિલ્લાની કુલ 22 સીટો પર તબક્કાવાર સ્નેહ મિલન સંમેલનો આગામી દિવસોમાં યોજાશે. દરેક તબક્કામાં સંબંધિત વિસ્તારના ગ્રામજનો, મહિલા મંડળો, યુવાનો તથા સ્વરોજગારી સાથે જોડાયેલા લોકો માટે વિશેષ માહિતી અને માર્ગદર્શન સત્રો પણ યોજાશે.
જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું કે આ સ્નેહ મિલન સંમેલનો દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે ગામ સ્તરે એક મજબૂત માળખું ઉભું કરવાનો હેતુ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા