નર્મદા
જુનારાજ ના રસ્તા માટે ચૈતર વસાવા એ પદયાત્રા કરી તે બાબતે નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખએ આપી પ્રતિક્રિયા
રાજપીપલા, તા 7
જુનારાજ ના રસ્તા માટે ચૈતર વસાવા એ પદયાત્રા કરી તે બાબતે નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે
ધારાસભ્ય દર્શનાબેન એ કહ્યું કે આપ પાર્ટી ના લોકો જ આર ટી આઈ કરે છે અને પછી પાછી ખેંચી લે છે.ધારાસભ્ય એ પદયાત્રા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
સંવિધાનીક પદ પર રહેલા ધારાસભ્ય ને ફોરેસ્ટ વિભાગ ના નિયમો પણ ખબર છે પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી પદયાત્રા કરવામાં આવી છે.
નાંદોદના ધારાસભ્યએ. વધુ માં કહ્યું કે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ભરમાવા માટે આવા નાટકો કરે છે.આપ ના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.
મને પણ ખબર છે કે આપ ના જિલ્લા પ્રમુખ એ સરકારી જમીન પચાવી પાડી છે જેનો કેસ કોર્ટમાં ચાલે છે મારું મોઢું ના ખોલાવશો.
હું એમને કહેવા માગું છું કે મારા વિસ્તાર ની શાંતિ દોહડવાનું કામ કરશો નહિ .ધારાસભ્ય ચૈતર વસાવા નું નામ લીધા વગર દર્શનાબેન એ સીધો આક્ષેપ કર્યો હતો
સાંસદ મનસુખ વસાવા એ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવા ને સપોર્ટ કરે છે જે બાબતે દર્શનાબેન એ કહ્યું કે એ બાબતે મારે કાઈ ખુલાસો આપવાનો નથી. આમ દર્શના બેન દેશમુખ પણ હવેચૈતર વવસાવા સામે મેદાન માં આવી જતા નર્મદા નું રાજકારણ ગરમાયું હતું.
બાઈટ :ડો. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય, નાંદોદ
બાઈટ:ચૈતર વસાવા, ડેડીયાપાડા આપ, ધારાસભ્ય
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા