નર્મદે સર્વદે માં નર્મદા છલોછલ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા ડેમના વધામણાં કર્યા
એકતાનગર નર્મદા ડેમ ખાતે મુખ્ય મન્ત્રીએ નર્મદા પૂજન કર્યું
રાજપીપલા, તા. 1
આજે નર્મદા ડેમ ની સપાટી 138.68 મીટર ની પૂર્ણ સપાટી વટાવી જતા આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદા ડેમના વધામણાં કર્યા હતા.
સીઝન માં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા હર્ષોલ્લાસ સાથે નર્મદાના વધામણાં કરાયા હતા સાથે સાંસદ મનસુખ વસાવા, જશુભાઈ રાઠવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ ભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. નર્મદા ના નીર ને નારિયેળ અને ચૂંદરી અર્પણ કરી માં ના વધામણાં કરવામાં આવ્યા હતા.હાલ નર્મદા ડેમ ના 5 ગેટ માંથી 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલ નર્મદા ડેમ ની સપાટી 138.68 મીટર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 01 ઓક્ટોબર 2024 – પ્રથમ નવરાત્રીએ થયો હતો ડેમ છલોછલ
થયો હતો.આ વખતે 01 ઓક્ટોબર 2025 – નવમું નવરાત્રીના દિવસે ડેમ થયો છલોછલ થયો છે
હાલ નર્મદા ડેમ 99 ટકા ભરાયો છે
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થઈ રહ્યો છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી પાંચમી વાર પૂર્ણ કક્ષાએ પહોંચી છેઆ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે.નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે
નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.સરદાર સરોવર યોજના થકી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
૬૩ હજાર કિ.મીટર લંબાઇના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફુટ પહોંચી છે. ડેમની આ 138.68 મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘનમીટર છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપળા