ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ના ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા અમદાવાદના જાણીતા ટેક્ષ કન્સલટન્ટ પથીક શાહ તથા ફાઈનાન્સના તજજ્ઞ ડો. નિલમ પંચાલનું વક્તવ્ય રાખ્યુ હતુ. ભારતના હાલના જીએસટી માળખાની પ્રશંશા કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા ખુબજ સરળ અને સચોટ ટેક્ષ લેવાની વ્યવસ્થા કરી છે. આગામી સમયમાં હજુ પણ ટેક્ષ ઓછો કરી નાગરીકોને ફાયદો થઇ શકે છે.આર્થીક બાબતોના નિષ્ણાત નિલમ પંચાલે કહ્યું હતું કે આધુનીક ભારતમાં સરકાર દ્વારા નવા સ્ટાર્ટ અપ્સ, લોન લેવાની સુવીધા તથા કાયદાકીય સરળતાના કારણે પોતાના ઉદ્યોગો સ્થયાતા જાય છે. જેનાથી નોકરીઓ લેવાની નહી પરંતુ નોકરીઓ આપવાનો સમય આવ્યો છે. વિશ્વની ત્રીજી આર્થીક વ્યવસ્થા ઉભી કરવામાં દેશના નાના ઉદ્યોગોનો સિંહફાળો છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ તથા તેનો લાભ કેવીરીતે મેળવી શકાય તેની માહીતી આપવાની વ્યવસ્થા શૈક્ષણીક સંસ્થાઓમાં હોવી જોઈએ.કોલેજના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન પ્રા.હર્ષા રામાણી, પ્રા.માલતી વાલા, પ્રા.પંકજ રાવલ તથા ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સના અધ્યાપકોએ જહેમત લઈને સફળ બનાવ્યો હતો