રાજપીપલા ખાતે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનોઇમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ “નો વિમોચન સમારોહ અને કવિ સંમેલન યોજાશે
બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર અને કવિઓની ઉપસ્થિતિ
રાજપીપલા:3
રાજપીપલા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનોઇમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ “ના વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ
આનંદ ભવન હોલ, શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે તારીખ 5 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ સાંજે 4 થી 6 ક્લાકે યોજાશે.
આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ડૉ. મધુકર પાડવી (વાઇસ ચાન્સેલર ),બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા, નર્મદા તથા અતિથિવિશેષ પદે
શ્રી નૈષધ મકવાણા:(કવિ, સાહિત્યકાર, કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી )તથાડૉ.કિરણ
બેન પટેલ:જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી,નર્મદા ઉપસ્થિત રહેશે
જયારે કવિ સંમેલનનું
સંચાલન શ્રી નૈષધ મકવાણા. કરશે
કવિસંમેલનમાં ભાગ લેનાર કવિઓ માં સર્વ કવિ શ્રીરાકેશ સાગર, ઘનશ્યામ કુબાવત,ડૉ.ભરતકુમાર પરમાર મહેન્દ્રભાઈ પ્રજાપતિ, લાલસીંગભાઈ વસાવા, દીપક જગતાપ ભાગ લેશે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપલા