રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા નો 50 મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો
શાળાના બાળકોએ 50 દીવડા પ્રગટાવી, પુષ્પ વર્ષા કરી અને 150 લીમડાનાં વૃક્ષો વાવી જન્મદિવસ ઉજવણી કરી
રાજપીપલા, તા 1
રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા નો 50 મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો હતો.
સામાન્ય રીતે આપણે જન્મદિવસ કેક કટિંગ, પાર્ટી, ડાન્સ,ડીનર, ગિફ્ટ સાથે ઉજવતા હોઈએ છીએ. પરંતુ નર્મદા જિલ્લાના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક
અનેપર્યાવરણ સંરક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા નો 50 મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો હતો.
ગામની શાળા બોરીદ્રા પ્રાથમિક શાળાના બાળકોએ 50 દીવડા પ્રગટાવી, પુષ્પ વર્ષા કરી અને 150 લીમડાનાં વૃક્ષો વાવી જન્મદિવસ ઉજવણી કરી પોતાના ગુરુજીને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી પર્યાવરણનો મેસેજ આપી જન્મદિવસની અનોખી ઉજવણી કરીહતી.
મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ પણ પર્યાવરણનું સંરક્ષણ કરી જીવનનુંરક્ષણ કરવાનો સંદેશો આપ્યો હતો.અત્રે ઉલ્લેખ નીય છે કે આ મુખ્ય શિક્ષકે ગામ, શાળા માંથી 1000થી વધુ પ્લાસ્ટિક ની બોટલો, કોથળી કચરો ઉઘરાવી પ્લાસ્ટિક મુક્ત શાળા અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવતા યુનિસેફ ની ટીમે નોંધ લીધી હતી.
કોઇ શિક્ષકનો આવી અનોખી રીતે 50 મો જન્મદિવસ ઉજવવાની આ ઉજવણી અન્ય શિક્ષકો માટે પ્રેરણા રૂપ બન્યો છે
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા