સુરતના DDO સામે ફરિયાદ નોંધાઇ
સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. પાર્ટીના મહામંત્રી શાહબુદ્દીન મલેકે ઉમરપાડામાં વિકાસ કાર્યોની સમીક્ષા વખતે ભાજપનો પ્રચાર કર્યો હોવાનો ઉલ્લેખ અરજીમાં ફરિયાદમાં કર્યો છે. ભાજપના આગેવાનો સાથે રહીને આડકતરી રીતે તેઓ ભાજપનો પ્રચાર કરી રહ્યાં હતા. તેમની સામે કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસની માગણી છે તેમ ફરિયાદમાં જણાવાયું છે.