સરદાર સરોવર નર્મદા ડેમ ભર ઉનાળે 60.41 ટકા ભરાયો છે.
નર્મદાડેમ ગુજરાત ને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ
વરસાદ ખેંચાય તો પણ ગુજરાત ને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલો પૂરતું પાણી છે
નર્મદાની મેઈન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજપીપલા, તા 28
હાલ ગુજરાતના મોટા ભાગના ડેમો માં ઉનાળા ને લીધે પાણી નો જથ્થો ઓછો થઈ રહ્યો છે ત્યારે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ભર ઉનાળે 60.41 ટકા ભરાયેલો છે.
નર્મદાડેમ ગુજરાત ને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપી શકે એટલો સક્ષમ છે.વરસાદ ખેંચાય તો પણ ગુજરાત ને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલો પૂરતું પાણી છે.
નર્મદાડેમમાં હાલ 2015.13 MCM (મિલયન ક્યુબીક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે
નર્મદાડેમની હાલની સપાટી 124.40 મીટરે પહોંચી છે.
નર્મદાની મેઈન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.CHPH (કેનાલ હેડ પાવર હાઉસ )નું 1 ટરબાઇન પણ ચાલુ કરાયુંછે. નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ રહી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા