નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ નર્મદા પરિક્રમા દરમ્યાન દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે.
સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ ના નામે છે
દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી માં નર્મદા સ્નાનનું પુરાણોમાં વિશેષ ધાર્મિક મહત્વ
30વર્ષથી સૌથી વધુ 1000થીવધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે.!
માત્ર કેસરી પોતડી પહેરીને ધોમધખતા 44ડિગ્રી ઉઘાડા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લગતી નથી
રાજપીપલા, તા31
સૌથી વધુવાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વાર નર્મદાપરિક્રમા કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના નામે છે.
સૌથી વધુ નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે.
નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના જણાવ્યાં અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની ભાવના અને સરદાર સરોવરના વિઘ્નોદૂર કરવાની પણ છે. તે ખળખળ વહેતા નર્મદાના પાણીના બિંદુઓ ઓમના બિંદુ સ્વરૂપ બની જાય છે એટલે એમાં સ્નાન કરવાથી શિવમ શિવમ બની જવાય છે.. નર્મદા સ્નાન કરનાર ત્યાગી બની જાય છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે.
નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થીવધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે.માત્ર કેસરી પોતડી પહેરીને ધોમધખતા 44ડિગ્રી ઉઘાડા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લગતી નથી.
બીજું સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 સ્નાન કરે છે આમ 31 દિવસની પરિક્રમા દરમ્યાન 900 થી હજાર વખત નર્મદા સ્નાન કરે છે.એની કોઈ ગણતરી નથી હોતી અને તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવે છે
એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે જયારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોઈ લોકો અચુક નર્મદા સ્નાન કરે છે.
આ પરિક્રમા ત્રણ વાર કરવાથી 3850 કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢી ને મોક્ષ મળે છે.તેથી હાલ ચૈતર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
નર્મદા પુરાણમાં નર્મદા સ્નાનનું અને નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાની સાથે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા