યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા મફત આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા સાણંદ તાલુકાના કુંવર ગામ અને આસપાસના ગામના લોકો માટે તારીખ 21 ડિસેમ્બર 2024 ના રોજ મફત આયુર્વેદિક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 115 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પ ની અંદર બ્લડ પ્રેશર ની તપાસ, નાડી પરીક્ષણ સામાન્ય મોસમી રોગો જેવા કે તાવ, શરદી, ઉધરસ અને અન્ય રોગો, શરીરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, રોગપ્રતિકારક શક્તિ અને એલર્જીની સમસ્યાનુ નિદાન કરી મફત આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી.

આજ રોજ મેડિકલ કેમ્પની સાથે ગામના જરૂરિયાતમંદ લોકો માટે 100 થી વધુ ગરમ બ્લેન્કેટ આપવામાં આવ્યા.

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનયભાઈ એ કેમ્પમાં હાજરી આપવા બદલ સાનંદ તાલુકા સદસ્ય શ્રી વલ્લભભાઈ અને તાલુકા ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ નો આભાર વ્યક્ત કર્યો અને કેમ્પમાં સેવા આપનાર શિવામસ્તુ આયુર્વેદિક ક્લિનિકના વૈધશ્રી પારિતોષ ભટ્ટ અને એમની ટીમની સેવા ને બિરદાવી હતી અને કેમ્પ ને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ગામના સરપંચ શ્રી શ્રી દલસુખભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.